હાલોલ તાલુકાના ભમરીયા ગામ નજીક નાના ચાડવા ગામે આવેલા તળાવમાં માછીમારી કરવા માટે લોકોએ માછલી પકડવાની જાળ નાંખી હતી. જે જાળમાં એક અજગર ફસાઈ ગયો હતો. જે બાબતની જાણ હાલોલ વનવિભાગને થતાં તાત્કાલિક હાલોલના જીવદયાનુ કામ કરતા અને હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે રેસ્કયુ કરવા સુચના આપી હતી. આરએફઓની સુચના મુજબ નાના ચાડવા ગામે આવેલા તળાવ ખાતે પહોંચી તળાવમાં માછલીની જાળમાં ફસાયેલા પાંચથી છ ફુટ જેટલી લંબાઈ ધરાવતા અજગરને જાળમાંથી સહી સલામત રીતે બહાર કાઢી રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતુ.