ગોધરા,
પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના બાસ્કા ખાતે આવેલી પ્રાઈવેટ લિમીટેડ કંપનીના ચાર કર્મચારીઓને પુન: નોકરી પર લેવાનો નામદાર મજુર અદાલત ગોધરા દ્વારા આદેશ કરાયો હતો.
બાસ્કા નુરપુરા ખાતે આવેલી એક કંપનીમાં તા.23/09/09થી એન્જિનીયર તરીકે ફરજ બજાવતા સંદિપ ગોહિત તા.01/04/11થી આસિસ્ટન્ટ એન્જિનીયર તરીકે ફરજ બજાવતા નિર્મલ પટેલ તા.06/09/10 પરચેસ ઓફિસર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર પટેલ તેમજ તા.22/01/10 આસિસ્ટન્ટ એન્જિનીયર તરીકે ફરજ બજાવતા પરીમલ પટેલ વગેરેને સંસ્થા દ્વારા કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય ગેરકાયદે રીતે કલમ 25 એચ.અને 25 એફનો ભંગ કરી તા.22/07/16 ના રોજ નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા હતા.આ બાબતે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખે ઓૈૅઘોગિક વિવિધ ધારા હેઠળ પહેલા દિવસના પગાર સાથે મુળ જગ્યાએ પુન: સ્થાપિત કરવા બાબતે નામદાર મજુર અદાલત ગોધરા સમક્ષ વિવાદ ઉપસ્થિત કર્યો હતો. જેમાં સંસ્થા દ્વારા આ ચાર કર્મચારીઓ ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી કરતા હતા. તેઓ કામદારની વ્યાખ્યામાં આવતા નથી તેઓને નોકરીમાં પુન: સ્થાપિત કરવાનો હક નથી. તેઓ બચાવ કોર્ટ સમક્ષ લીધેલો હતો. જે બાબતે આ કર્મચારીઓ કામદારની વ્યાખ્યામાં આવતા હોવાના દસ્તાવેજો તેમજ નામદાર વડી અદાલતના કેટલાક સાઈટેસનો આ કામે ફેડરેશને રજુ કરી નામદાર મજુર અદાલત સમક્ષ ફેડરેશનના પ્રમુખ તથા એડવોકેટ સિતેશ ભોઈ દ્વારા દલીલો કરી હતી. અદાલતે બંને પક્ષકારોની દલીલો સાંભળી નામદાર મજુર અદાલત ગોધરાના ન્યાયધિશ એચ.એમ.મકાએ આ ચાર અરજદારોની વ્યાખ્યામાં આવતા હતા તે બાબતના પુરાવાઓ ઘ્યાને લઈ અરજદારોને તેમની મુળ સંસ્થાને પુન:સ્થાપિત કરવાનો આદેશ ફરમાવેલ છે. જે આદેશથી લાંબા સમય બાદ આ કર્મચારીઓ પોતાની મુળ જગ્યાએ પુન: સ્થાપિત થવાના હકદાર બને છે તેથી કર્મચારીઓમાં ખુશી જોવા મળી છે.