હાલોલ, નાના અમથા વાવાઝોડાની સાથે જ બાસ્કા ગામમાં અંધારપાટ છવાઈ જતા વીજળીનો ત્રાસ ચાલુ થઈ ગયો છે.ગઈકાલે પણ આખો દિવસ વીજળી ગુલ હતી. રાતના 11 કલાકેથી ફરી વીજળી ગુલ થઈ જેનુ રિપેરીંગ કરાયુ નથી. બાસ્કા ખાતે વીજળી ગુલ થતાં છેલ્લા 20 કલાકથી કર્મચારીઓ ફોલ્ટ શોધી રહ્યા છે. વીજળી વારંવાર જવાથી દુકાનો ધંધા અને વેપાર પર તેની સીધી અસર જોવા મળે છે. ગ્રામ પંચાયતની આજુબાજુમાં નવી લાઈટની ડી.પી. નાંખવાની યોજના હવામાં છે. તથા રામેશરા અને બાસ્કા ફીડરને પણ અલગ કરવાની પણ યોજનાનુ પણ કંઈ નિરાકરણ આવ્યુ નથી. વહેલી તકે બાસ્કામાં વીજળીની સમસ્યાનો ઉકેલ થાય ફિડર લાઈન અલગ થાય તેવી માંગ ઉઠવા પામી છે.