હાલોલના બાસ્કા ગામે એસ.ટી.બસ નહિ આવતા નોકરીયાતો અને વિધાર્થીઓને મુશ્કેલીઓ

હાલોલ, હાલોલ તાલુકાના બાસ્કા ગામે છેલ્લા પાંચ વર્ષથી એસ.ટી.બસોના ધાંધિયા છે. અને 2022 પછી તો એકાદ બસ ભુલે ચુકે બાસ્કામાં પ્રવેશ કરતી હતી તે પણ હવે જોવા મળતી નથી. જેથી બાસ્કા ગામના અને આસપાસના ગામોમાંથી નોકરી-ધંધા અને સ્કુલ-આઈ.ટી.આઈ.જનારાઓને ખુબ જ અગવડ પડી રહી છે. લોકોને બસોની રાહ જોઈને નાછુટકે છેલ્લે થાકીને પ્રાઈવેટ વાહનોને આશ્રય લેવો પડતો હોય છે. જો બસ કદાચ બાસ્કા ગામમાં ભુલે ચુકે ભટકે બસ આવી જાય તો તે પણ ખખડધજ હાલતમાં હોય છે. તો એક મિનીટથી વધુ બસ બાસ્કામાં ઉભી રહેતી નથી. સૌથી મહત્વની વાત એ છે કે,બાસ્કાથી આશરે ચારેક કિ.મી.ના અંતરે પવિત્ર યાત્રાધામ ખાતેથી શ્રી નારાયણ આંખની હોસ્પિટલ આવેલી છે. જયાં આંખના ઓપરેશન અર્થે દર્દીઓ દુર દુરથી આવતા હોય છે. જેનુ મુખ્ય સ્ટેન્ડ બાસ્કા હોય તે છતાંય બાસ્કા ગામમાં ડ્રાઈવર-કંડકટર બસને પ્રવેશ કરાવતા નથી. આ અંગે બાસ્કાના જાગૃત નાગરિકે પંચમહાલ ડી.સી.બરોડા ડી.સી. અને જી.એસ.આર.ટી.સી.ના ગુજરાત હેડ ઓફિસના એમ.ડી.મેન શાખા અમદાવાદ ખાતે લેખિતમાં આર.પી.એ.ડી.દ્વારા જાણ કરવા છતાં આ ડેપોના વહીવટકર્તાઓની ઉંઘ ઉડતી નથી.