હાલોલ, હાલોલના બાસ્કા ગામે હલદર સોસાયટી તથા રૂષી ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ-255 કિંમત 12,24,000/-રૂપીયા, ટેમ્પો મળી કુલ 14,24,000/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. રેઈડ દરમિયાન આરોપીઓ મળી નહિ આવતાં આ બાબતે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના બાસ્કા ગામે હલદર સોસાયટીમાં આરોપી રમેશ પૂનમ રામ (રહે. નશલી ઝારેકા, રાજસ્થાન) અને તેના મિત્રો તથા રૂષી ઈન્ડસ્ટ્રીઝ ગોડાઉન ઉજેતી રોડના માલિક જીગ્નેશ જીવણભાઇ પંચાલ એ ઈંંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છેે. તેવી બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટીક કવાટરીયા પેટી નંગ-255 નંગ-12,240 કિંમત 12,24,000/-રૂપીયા તથા લેલન્ડ9ઠ ટેમ્પો નંગબર જીજે.01.જેટી.3761 મળી કુલ 14,24,000/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાંં આવ્યો. પોલીસની રેઈડ દરમિયાન આરોપી મળી આવેલ ન હોય આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.