હાલોલના બળીયાદેવ ગામે ઢાળીયામાં બનાવેલ ભોંયરામાં સંતાડી રાખેલ 2.47 લાખના ઈંંગ્લીશ દારૂ ઝડપ્યો

હાલોલ,હાલોલ તાલુકાના બળીયાદેવ ગામે આરોપીએ ધર નજીક પશુ બાંધવાના ઢાળીયામાં બનાવેલ ભોંયરા માંથી પોલીસે રેઈડ કરી 2,47,200/-રૂપીયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના બળીયાદેવ ગામે રહેતા ગૌરાંગ ગણપતભાઈ ચૌહાણ પોતાના નજીક પશુઓ બાંધવાનું ઢાળીયુંં બનાવેલ છે. તેમાં ભોંયરુ બનાવી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ભોંયરામાં સંતાડી રાખેલ અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ-52 કિંમત 2,47,200/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો. પોલીસને રેઈડ દરમિયાન ગૌરાંગ ચૌહાણ નાશી છુટતાં આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.