હાલોલ,
હાલોલ તાલુકાના અરાદ ગામે ગુજરાત ગ્રામિણ બેંકના ખાતેદાર સાથે બેંક બહાર વી.સી.પોઈન્ટનું કામ કરતાં વ્યકિત દ્વારા ખેડુત ખાતેદારના 42,500/-રૂપીયા પડાવી લેતાં આ બાબતે છેતરપિંડીનો ભોગ બનનાર ખાતેદાર દ્વારા રિર્ઝવ બેંંક ઓફ ઈન્ડીયા દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે.
હાલોલ તાલુકાના અરાદ ગામે ગુજરાત ગ્રામીણ બેંકમાં ખેડુત ખાતેદાર બારીયા ભારતકુમાર શંકરભાઈનુંં ખાતું ધરાવે છે અને મહેનતના પૈસા બેંકમાંં બચત કરતા હોય અરાદ ગામ ગુજરાત ગ્રામીણ બેંક ઉમંગભાઈ કેશુભાઈ બારીયાના મકાનમાં ભાડાથી ચાલે છે. તે બી.સી.પોઈન્ટ જે બી.સી.પોઈન્ટ દ્વારા લોકોને 10 હજાર કે તેથી ઓછી રકમ ઉપાડી અથવા જમા કરાવી શકે છે. બેંંકમાં આવતા ખાતેદારને રૂપીયા જમા કરવા ઉમંગભાઈની જરૂર પડતી હોય આંમ બી.સી.પોઈન્ટનો ગેરફાયદો લઈને બેંક ખાતેદારોના પૈસા પડાવી લઈને મનમાની કરી રહ્યા છે. બારીયા ભરતભાઈ તા.18/10/2022ના રોજ 22,500/-રૂપીયા જમા કરાવવા ગયો હતો અને 1/11ના રોજ પાસબુકમાં એન્ટ્રી કરવા ગયા ત્યારે ઉમંગભાઈએ આધારકાર્ડ માંગ્યુ અને થમ્બ મશીનમાં અંંગુઠો મુકાવી અંગુઠો બરાબર નથી. આમ બે વાર અંંગુઠો મુકાવી મશીન બરાબર નથી પછી આવવા કહ્યું હતું. તા.3/11/2022ના રોજ ખાતેદાર ભારતભાઈ પાસબુકમાં એન્ટ્રી કરાવા ગયા ત્યારે ખબર પડી કે ઉમંગભાઈએ ખાતા માંથી 20,000/-રૂપીયા ઉપાડી લીધા હતા અને રૂપીયા 22,500/- જમા નહિ કરાવતા ભારતભાઈ અને ઉમંગભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી કે 20,000/-રૂપીયા કેમ ઉપાડયા અને 22,500/- જમા કેમ નહિ કરાવી 42,500/-રૂપીયા પડાવી લઈને છેતરપિંડી કરવામાં ઉમંગભાઈ એ ગ્રામીણ બેંક ખાતેદારો સાથે છેતરપિંડી કરીને રૂપીયા ભેગા કર્યા છે. અને બેંંકના સ્ટાફે પણ તેની સાથે સંંકડાયેલ છે. ત્યારે આ બેંક સ્ટાફ અને બી.સી.પોઈન્ટ ચલાવતા ઉમંંગભાઈ સામે કાર્યવાહી કરવા માટે રિર્ઝવ બેંક ઓફ ઈન્ડીયાને લેખિત રજુઆત કરવામાં આવી.