હાલોલના આંબાતળાવ ગામે ઈકો ગાડી માંથી 1.85 લાખના ઈંગ્લીશ દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો

હાલોલ તાલુકાના આંબાતળાવ ગામે ઈકો ગાડી માંથી 1.85 લાખ રૂપીયાના ઈંગ્લીશ દારૂ સાથે બુટલેગરને રૂરલ પોલીસે ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના આંબાતળાવ ગામે રહેતા બુટલેગર પ્રવિણ ઉર્ફે પરિયા સોલંકીની ઈકો ગાડીમાં ઈંંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. તેવી બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસે રેઈડ કરી હતી અને ઈકો ગાડી માંંથી અલગ-અલગ બ્રાન્ડ ઈંંગ્લીશ દારૂના કવાટરીયા નંંગ-1859 તથા બીયર ટીન નંંગ-318 મળી કિંમત 1.85 લાખનો દારૂ તેમજ ઈકો ગાડી મળી કુલ 3,30,500/-રૂપીયાના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.