હાલોલના મધાસરની પરણિતાને સાસરીયા ત્રાસ આપતા ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ

હાલોલ, હાલોલ તાલુકાના મધાસર ગામની પરણિતાને 2020થી ધરકામ બાબતે તકરાર કરી હેરાન કરી માનસીક ત્રાસ આપી પરેશાન કરતાં હોય કાયમી ત્રાસથી કંટાળી ગયેલ પરણિતાએ સાસરીયા વિરૂદ્ધ ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંંધાવી.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના મધાસર ગામના પરણિતા જાગૃતિબેનને વર્ષ 2020થી આજદિન સુધી પતિ અને સાસરીયાઓ ધરકામ બાબતે બોલાચાલી કરી તકરાર કરી હેરાન પરેશાન કરી ગડદાપાટુનો માર મારતા હોય અને પરણિતાના પતિ ભાવેશભાઈને ખોટી ચડામણી કરતા શારીરિક માનસીક ત્રાસ આપતા હોય કાયમી ત્રાસથી કંંટાળી ગયેલ પરણિતા જાગૃતિબેન એ ગોધરા મહિલા પોલીસ મથકે સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.