હાલોલ,હાલોલ તાલુકાના અભેટવાથી ઈંટવાળી ગામ વચ્ચે રોડ ઉપરથી પસાર થતા બાઈક ચાલકે પુરઝડપે હંકારી લાવી અન્ય બાઈકને ટકકર મારી બાઇક ચાલક અને પાછળ બેઠેલ મહિલાને ઈજાઓ પહોંચાડી હતી. મહિલાને ગંભીર ઈથજાઓ થતાં મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના અભેટવા થી ઈંટવાળી ગામ વચ્ચે રોડ ઉપરથી પસાર થતી બાઈક નં.જીજે.17.સીસી.0819ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક નં. જીજે.17.સીએચ.5739ના ચાલક રમેશભાઇ ચંદ્રસિંહ પરમારની બાઇકને ટકકર મારી રમેશભાઇ પરમારને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી તેમજ ઉષાબેન રમેશભાઇ પરમાર ઉ.વ.40 (રહે. અભેટવા-હાલોલ)ને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવા પામી છે.