હાલોલ, હાલોલ તાલુકાના અભેટવા ગામની સીમમાં એક 40 થી 50 ફુટ જેટલી ઉંડાઈ ધરાવતો કાદવ-કિચડથી ખદબદતો કુવો આવેલો છે. જે કુવામાં કોઈ અગમ્ય કારણોસર એક વ્યકિત આ કુવામાં ખાબકયો હતો.
સુમસાન વિસ્તારમાં કુવો આવેલ હોય અને રાત્રિનો સમય હોય આસપાસ કોઈપણ વ્યકિતની અવર જવર નહિ હોવાના કારણે કુવામાં પડેલ વ્યકિત આખી રાત કુવામાં પડી રહી હતી. આ બાદ જે સ્થિતિમાં આખી રાત અંધકારભર્યા માહોલમાં કાદવ-કિચડથી ભરેલા કુવામાં પડી રહ્યો હતો. જેમાં સવારે અજવાળુ થતાં કુવામાં ખાબકેલ વ્યકિતએ બુમાબુમ કરતા થોડા સમય બાદ નજીકથી પસાર થતાં કોઈ ગ્રામજનોએ કુવામાંથી આવતો અવાજ સાંભળી કુવાની દિશામાં આવીને જોતા કુવામાં વ્યકિત પડેલો હોવાનુ જોવા મળતા તાત્કાલિક અન્ય ગ્રામજનોને બોલાવી બનાવ અંગે તાત્કાલિક હાલોલ ફાયર ફાયટરોને જાણ કરી હતી. ફાયર ફાયટરોની ટીમ આવે તે પહેલા જ ગ્રામજનોએ કુવામાં પડેલ વ્યકિતને બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી તેને કુવામાંથી બહાર કાઢ્યો હતો. વારંવારની પુછપરછ બાદ તે વ્યકિતએ ફકત પોતાનુ નામ જણાવ્યુ હતુ. જેમાં તેનુ નામ રણજીતભાઈ જેસીંગભાઈ નાયક હોવાનુ જણાવ્યુ હતુ.