હાલોલના અભેટવા ગામે જુગાર રમતા 7 જુગારીયાઓને 13 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા

હાલોલ,હાલોલ તાલુકાના અભેટવા ગામે નારાયણ નગર ફળિયામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેડ કરી 7 જુગારીયાઓને કિ.રૂ.13,460/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના અભેટવા ગામે નારાયણ નગર ફળિયામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન રાજેશ મનુભાઈ બારીયા, ભરત ગણપતસિંહ પરાર, રોહિત બળવંતભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ભારતસિંહ પરમાર, સાલમભાઈ દલપતભાઈ પરમાર, જનક રામાભાઈ સુથારીયા, ગણપતસિંહ વખતસિંહ ચોૈંહાણને ઝડપી પાડ્યા હતા. દાવ ઉપર મુકેલ કિ.રૂ.13,460/-રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.