હાલોલના નુરપુરા ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 4 જુગારીયાને પોલીસે ઝડપ્યા

હાલોલ, હાલોલ તાલુકાના નુરપુરા ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા હોય તે સ્થળે રેડ કરી 4 જુગારીયાને ઝડપી પાડી કુલ 12,950/-રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના નુરપુરા ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન માસુમભાઈ હબીબભાઈ પઠાણ, શંકરભાઈ હરીશભાઈ બારીયા, સરફરાજ ફારૂકભાઈ શેખ, સિરાજ ઉર્ફે બાબો યુસુફ મકરાણીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ કુલ 12,950/-રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરી આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ પામી છે.