હાલોલ, હાલોલ બાયપાસ રોડ એમ.જી.કંપની સામે રોડ ઉપર સારા હોટલમાં વેઈટર તરીકે કામ કરતા 35 વર્ષિય યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટકકર મારી અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવતા ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ બાયપાસ રોડ ઉપર એમ.જી.કંપની સામેથી સારા હોટલમાં વેઈટર તરીકે નોકરી કરતા સંતોષ માંગીલાલ ચોૈહાણ(ઉ.વ.35, રહે.તહેરૂનગર, રંગવાળ ઈન્દોૈર-એમ.પી)ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટકકર મારી અડફેટમાં લેતા સંતોષ ચોૈહાણને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત નીપજાવી વાહન ચાલક નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાવવા પામી છે.