હાલોલ માનસરોવર એપાર્ટમેન્ટમાં આરોપી લોકોને ભેગા કરવાની ના પાડતાં મહિલાઓ સાથે મારામારી કરતાં ફરિયાદ

હાલોલ, હાલોલના માનસરોવર એપાર્ટમેન્ટ બગીચા સામે આરોપીને મહિલાએ એપાર્ટમેન્ટમાં લોકોને ભેગા ના કરીશ તેમ કહેતા આરોપી એ ઉશ્કેરાઈ જઈ મહિલાઓ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલના માનસરોવર એપાર્ટમેન્ટ રહેતા અરૂણાબેન એ આરોપી રાજ ઉર્ફે અલ્પેશભાઇ સીસોદીયાને એપાર્ટમેન્ટમાં લોકોને ભેગા કરવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલ આરોપીએ અરૂણાબેનને ખભાના ભાગે લાકડી મારી હતી. તેમજ નિમેષચંદ્રને જય વિનુભાઈ સોલંકીએ લાકડી વડે ઈજાઓ કરી અને પ્રેમીલાબેનને ડાબા પગે લાકડી વડે મહેશ જયંતિભાઈ વ્યાસે ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.ક