
આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે એલેમ્બિક સી.એસ.આર. ફાઉન્ડેશન અંતર્ગત બાળકો, કિશોરીઓ, સગર્ભા તેમજ ધાત્રી માતાના આરોગ્યમાં સુધારો થાય તે હેતુથી ઘરે ઘરે પોષણ વાટિકા બનાવાના અભિગમ સાથે એલેમ્બિક સુપોષણ પ્રોજેક્ટ દ્વારા હાલોલ સ્થિત 15 ગામની 17 આંગણવાડીના લાભાર્થીઓને બિયારણનું વિતરણ કરી સાથે તેના વાવેતર કાળજી અંગે સમજ આપવામાં આવેલ હતી. જેની આરોગ્ય વિભાગના તેમજ સંકલિત બાળ વિકાસના આંગણવાડી કાર્યકર સાથે રહીને ઉજવણી કરવામાં આવેલ હતી.