હાલોલમાં ક્રેડિટ કાર્ડ બંધ કરવાની લીંક ખોલાવી ફરિયાદીના ક્રેડિટ કાર્ડ દ્વારા 1,18,007/-રૂપિયાનુ ટ્રાન્જેકશન કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ

હાલોલ, હાલોલ-પાવાગઢ રોડ ઉપર આશિષ મહાજન ક્લિનીક ઉપર ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે વોટ્સએપ મેસેજ આવેલ અને આરોપીએ મોબાઈલ ફોનથી તમારૂ ક્રેડિટ કાર્ડ ચાલુ રાખવા રૂપિયા ભરવા પડશે જેથી ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે વોટ્સએપ ઉપર મોકલાવેલ લીંક ખોલી ડિટેઈલ ભરતા કાર્ડ બંધ થયેલ નહિ પરંતુ ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી 1,18,007,31 રૂપિયા ટ્રાન્જેકશન કરી છેતરપિંડી વિશ્ર્વાસધાત કરતા પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ-પાવાગઢ રોડ આશિષ મહાજન ક્લિનીક ઉપર ફરિયાદ સંજયભાઈ ભલસીંગભાઈ રાઠવા(રહે.જુના ઝાંખરીયા, હાલોલ)ના મોબાઈલ ફોન ઉપર ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટેનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો તેમાં એયુ સ્મોલ ક્રેડિટ કાર્ડ નામની લીંક મોકલેલ હતી અને ત્યારબાદ આરોપીએ મોબાઈલ નં.7439827350થી ફોન કરેલ હતો અને ફરિયાદીને તમારૂ ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે વોટ્સએપમાં મોકલાવેલ લીંક ખોલી ક્રેડિટ કાર્ડની ડિટેઈલ ભરવા જણાવેલ અને ડિટેઈલ ભર્યા બાદ પણ ક્રેડિટ કાર્ડ બંધ થયેલ નહિ પરંતુ ફરિયાદીના એયુ સ્મોલ ફાયનાન્સ બેંક ક્રેડિટ કાર્ડમાંથી રૂ.51,475/-તથા 48,335/-રૂ.185.31/-મળી કુલ 18,012/-રૂ.નુ ટ્રાન્જેકશન થઈ ગયેલ તથા એસબીઆઈ બેંક ક્રેડિટ કાર્ડમાંથી રૂ.3002/-ના એવા છ ટ્રાન્જેકશન મળી કુલ 18,712/-રૂ.ટ્રાન્જેકશન મળી કુલ રૂ.1,18,007/-ફરિયાદીને વિશ્ર્વાસમાં લઈ મોકલાવેલ લીંક ખોલાવી ટ્રાન્જેકશન કરી લઈ વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાની ફરિયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાવવા પામી છે.