હાલોલ તાલુકાના વરસડા ગામે ધીંગાણું સર્જાતા એક મહિલા સહિત ચારને માથાફોડ ઇજાઓ પહોંચતા તમામને સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ધીંગાણાંમાં કુલ ત્રણ મહિલાઓ અને પાંચ પુરુષો ઇજાગ્રસ્ત થયા છે.
હાલોલ તાલુકાના વરસડા ગામેથી લગ્નની જાન લઈ સાથરોટા ગયેલા દલપતસિંહ છત્રસિંહ સોલંકીને જાનમાં ગામના જ કેટલાક ઈસમો સાથે માથાકૂટ થઈ હતી. સાંજે લગ્ન પતાવી જાન પરત ફર્યા પછી વરસડા ગામે દલપતસિંહ સોલંકી તેમના ભત્રીજા બળવંતભાઈ સોલંકી સાથે મોટર સાઈકલ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લગ્નમાં માથાકૂટ કરનાર ઇસમોએ ફરી તેઓ સાથે માથાકૂટ કરી મારઝૂડ કરી હતી. મામલો વધુ બીચકતા બે પરિવારના સભ્યો સામસામે આવી ગયા હતા.
લગ્નમાં માથાકૂટ કરનાર વખતભાઈ કાળુભાઇ તેમજ તેમના પરિવારના સભ્યોએ લાકડીઓના ફટકા મારી દલપતસિંહ સોલંકીના પરિવારજનોને ઇજાગ્રસ્ત કરતા સર્જાયેલા ધીંગાણામાં એક મહિલા સહિત ચાર ઈસમો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા, તો અન્ય બે મહિલાઓ સહિત ચારને સામાન્ય ઇજાઓ પહોંચતા તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલ લાવવમાં આવ્યા.
ગંભીર ઇજાગ્રસ્ત તમામને હાલોલ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ઇજાગ્રસ્તોના નામ
દશરથભાઈ ફતેસિંહ પરમાર, ગામ – કનેટિયા રંજનબેન રંગીતભાઈ સોલંકી, ગામ – વરસડા પ્રતાપસિંહ મોહનસિંહ સોલંકી, ગામ – વરસડા બળવંતભાઈ પ્રતાપભાઈ સોલંકી, ગામ – વરસડા
રંગીતભાઈ મોહનભાઈ સોલંકી, ગામ – વરસડા અરખાબેન પ્રતાપભાઈ સોલંકી, ગામ – વરસડા નીતાબેન બળવંતભાઈ સોલંકી, ગામ – વરસડા દલપતભાઈ છત્રાભાઈ સોલંકી, ગામ – વરસડા