- CBSE એફિલેશન શર્ટિફિકેટ ન હોવા છતાં આ સ્કૂલના સંચાલક દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગની આંખોમાં ધૂળ નાખી
- પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી અને CBSE કમિટીએ સ્કૂલમાં તપાસ કરી તમામ દસ્તાવેજ કબ્જે લીધા
- શાળાના દસ્તાવેજો જપ્ત કરી શાળા બહાર જાહેર સુચના બોર્ડ મારવાની કામગીરી
હાલોલના ગોધરા રોડ ઉપર આવેલી વડોદરાના જેસી ગ્રુપ સંચાલિત સાનેલ સ્કૂલ પાસે CBSE એફિલેશન શર્ટિફિકેટ ન હોવા છતાં આ સ્કૂલના સંચાલક દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગની આંખોમાં ધૂળ નાખી અહીં CBSEની સ્કૂલ ચલાવવામાં આવી રહી હોવાનું ધ્યાને આવતા પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી અને CBSE કમિટીએ સ્કૂલમાં તપાસ કરી તમામ દસ્તાવેજ કબ્જે લીધા છે અને સ્કૂલના ગેટ ઉપર જાહેર સૂચનાનું પોસ્ટર લગાવી આ સાડા પાસે મંજૂરી ન હોવાથી વાલીઓએ CBSEના અંગ્રેજી માધ્યમમાં એડમિશન કરવા નહીં તેવી જાહેરાત કરી છે.
વડોદરામાં અનેક શૈક્ષણિક શાળાઓનું સંચાલન કરતા જેસી ગ્રુપના ફાઉન્ડર સુનિલ દલવાડી દ્વારા હાલોલના ગોધરા રોડ ઉપર પણ શાનેન સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. 2021થી સ્કૂલ શરૂ કરવામાં આવી ત્યારે સ્કૂલ સંચાલક પાસે GSEB ગુજરાતી માધ્યમની મંજૂરી હોવા છતાં સ્કૂલ પાસે CBSEની મંજૂરી હોવાની ખોટી જાહેરાત કરી વાલીઓને અંધારામાં રાખી અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરી ત્રણ વર્ષથી સ્કૂલ ચલાવવામાં આવી રહી હોવાનું ગઈકાલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી જોતા લાગી રહ્યું છે.
આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને CSEB તપાસ કમિટી દ્વારા ગઈકાલે શાળામાં તપાસ કરવામાં આવી હતી અને શાળાના દસ્તાવેજો જપ્ત કરી શાળા બહાર જાહેર સુચના બોર્ડ મારવાની કામગીરી પછી શાળાના સંચાલકોએ આજે ચાલુ પરીક્ષાએ અંગ્રેજી માધ્યમની શાળાનું શૈક્ષણિક કાર્યશાળાના વોટ્સએપ ગ્રુપમાં વાલીઓને સૂચના આપી બંધ રાખ્યું હતું.
ત્રણ વર્ષથી આ શાળાના સંચાલકો પ્રપોઝલ સીબીએસસીના નામે રાજ્ય સરકારની NOC મેળવી તેના આધારે બાળકોને CBSEનું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનું શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન સામે આવ્યું છે. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ગાયત્રીબેને જણાવ્યું છે કે, હાલોલમાં પ્રપોઝ CBSEના નામે શાળા ચાલતી હોવાનું ધ્યાને આવતા સ્થળ તપાસ કરાવીએ શાનેલ સ્કૂલને ડિસેમ્બર 2023માં નોટિસ આપી આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. કોઈ પણ શાળા CBSE એફિલેશન સર્ટિફિકેટ (મંજૂરી) ન મળે તે પહેલા પ્રપોઝ CBSEના નામે શાળા ચાલુ ન રાખી શકે. આ બાબત અત્રે કચેરીને ધ્યાને આવતા ગઈકાલે તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને શાળાનું તમામ રેકોર્ડ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું અને જાહેર સૂચના પણ કરવામાં આવી છે, કે વાલીઓને આવી પ્રપોઝ CBSEના નામે જો કોઈ સ્કૂલ ચાલતી હોય તો ત્યાં બાળકોનો પ્રવેશ ન લેવો.
RTE બાબતે પૂછતાં તેમને કહ્યું કે, આ શાળામાં આરટીઇ દ્વારા કોઈ બાળકે પ્રવેશ લીધેલો નથી અને તેનું કોઈ પોર્ટલ ઉપર નામ નથી એટલે આવી કોઈ કામગીરી ત્યાં થતી નથી. શાળાએ 2021માં CBSEના એફિલેશન સર્ટી માટે અરજી કરી હતી. જેમાં રાજ્ય સરકાર તરફથી એનઓસી મળેલ છે પરંતુ CBSE કમિટી દ્વારા તેમને એફીલેશન કરવાની કામગીરી કરવામાં નથી આવી, જે અત્રેની કચેરીએથી થાય છે. પરંતુ પ્રપોઝ CBSEના નામે શાળા ચાલુ ન રાખી શકાય. જ્યારે ડેફીનેશન સર્ટી રજૂ કરે ત્યાર પછી જ શાળાનું અંગ્રેજી માધ્યમનું શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકે વાલીઓને પણ તકેદારી રાખવા અમે શાળાના ગેટ બહાર સુચના લગાવી છે. વધુમાં જે રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યો છે તપાસ કમિટી તેની ચકાસણી કરશે. જેના અહેવાલ પછી સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે.