હાલોલમાં મહિલાઓને વિશ્ર્વાસમાં લઈ ડોકયુમેન્ટ મેળવી આરોપીઓ જાણ બહાર બે ટુ વ્હીલ લોન કરાવી અન્યને આપી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાઈ

હાલોલ,

હાલોલ સાગર સોસાયટીમાં રહેતી મહિલા ફરિયાદી જે ગ્રામ શકિત નામની મહિલા લોન મેળવવાની સંસ્થા માંથી લોન લેતા હોય જેથી આરોપીને ઓળખતા હોય ત્યારે ફરિયાદ અને અન્ય મહિલાને મુથુટ તથા તરસુના ફાઈનાન્સ માંથી લોન આપવા માટે વિશ્ર્વાસમાં લઈ ડોકયુમેન્ટ 2021માં લઈ ગયેલા હતા. ડોકયુમેન્ટ આરોપીઓ રવિ મોટર શો રૂમમાં આરોપીને આપી બન્ને ફરિયાદ અને અન્ય મહિલાના નામે એલ એન્ડ ટી ફાઈનાન્સ માંથી લોન કરી ટુ વ્હીલર ગાડી ગોધરા પોલન બજારમાં આપીને ગુન્હો આચરતાં ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ સાગર સોસાયટીમાં રહેતા મંજુબેન પ્રવિણસિંહ સોલંકી અને ટીનીબેન પ્રભાતભાઈ બારીયા જે ગ્રામ નારી શકિત નામની મહિલા લોન મેળવવાની સંસ્થા માંથી લોન લેતા હોય જેથી આરોપી જીતુભાઈ વિજયભાઈ સોલંકી (રહે. સાગર સોસાયટી પાસે પ્રેમ એસ્ટેટ) જે બન્ને મહિલાઓ ઓળખતા હતા. જેથી આરોપીએ મંજુબેન અને ટીનીબેનને હુંં મુથુટ તથા તરસના ફાઈનાન્સ માંથી લોન અપાવું તેમ કહી વિશ્ર્વાસમાં લીધા હતા અને તેમના આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ, ધરનું લાઈટ બીલ ઉપર સહીઓ કરાવીને ડોકયુમેન્ટ 2021માં લઈ ગયા હતા. જીતુભાઈ સોલંકીએ રવિ મોટર્સ શો રૂમમાં આરોપી વિરેન્દ્રભાઈ અજયસિંહ રાઠોડ (ગરીયાલ તા. હાલોલ)ને આપી બન્ને ઈસમો ભેગા મળી મંજુબેન અને ટીનીબેનના નામે બે અલગ-અલગ ટુ વ્હીલ ગાડી બર્ગનેન નં.જીજે.17.બીઆર.0547 તથા ટીનીબેનના નામે સુઝુકી એકસેસ નં. જીજે.17.બીઆર.7700ની એલ એન્ડ ટી ફાઈનાન્સ કંપની માંથી લોન કરાવી હતી. આરોપી ઈસમોએ ફરિયાદી અને જાણ બહાર લોન કરાવી ખરીદી કરી ટુ વ્હીલ ગાડીઓ ગોધરા પોલન બજારમાં રહેતા સહેજાદ સીરાજ સદામસને આપી મદદગારી કરી ગુન્હો આચરતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.