હાલોલ, હાલોલ તાલુકા પંચાયત કચેરી સામે કેપીટલ ફાઈનાન્સ એન્ડ ક્ધસલ્ટીના નામે ઓફિસ ચાલુ કરી પાંચ દિવસમાં તમામ પ્રકારની લોન આપવાની જાહેરાત કરી અનેક જરૂરીયાતમંદો પાસેથી લોન આપવાના બ્હાને કરોડો રૂપીયા ખંખેરી લઈ ક્ધસલ્ટન્ટ નાશી છુટીયો હતો.
હાલોલ તાલુકા પંચાયત કચેરી સામે કાન્હા સેન્ટ્રલ કોમ્પ્લેકસમાં અંકિત પટેલ નામના ઈસમે કેપીટલ ફાઈનાન્સ એન્ડ ક્ધસલ્ટન્સી નામની ઓફિસ ખોલી હતી અને જરૂરીયાતમંદ લોકોને પાંચ દિવસમાં લોન આપવાની ખાતરી આપતા હતા. જીલ્લાના ગોધરા, શહેરા, મોરવા(હ) સહિતના તાલુકાઓમાંં લોકોને લોન મેળવવા માટે સંંપર્ક હતા. તમામને લોનના 5 ટકા પ્રોસેસીંગ અને લોન વીમો એડવાન્સ ભરવા જણાવવામાં આવતાંં અનેક જરૂરીયાતમંદ લોકોએ હજારો રૂપીયાની લોન લેવડાવવા માટે એડવાન્સ પેટે કેપીટલ ફાઈનાન્સની ઓફિસમાંં રૂપીયા ભર્યા હતા. 36 બેંકો સાથે જોડાણ હોવાનું જણાવી પાંચ દિવસમાં લોન મેળવો તેવી ખાતરી આપી હતી. પાંચ લાખ થી બે કરોડ સુધીના કોઇપણ પ્રકારની લોન આપવાની જાહેરાત મુકી તમામ લોન એક જ જગ્યાએ તેમજ ડિફોલ્ડર અને રીજેકટર ફાઈલ હોય કે પછી સીવીલ નેગેટીવ હોય તેઓને તાત્કાલીક લોન કરી લોન કરાવી આપવાનું જણાવીને ફાઈનાન્સ એન્ડ ક્ધસલ્ટન્ટ ભેજાબાજ અંકિત પટેલે પાંચ કરોડ રૂપીયાનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયો હતો. જે લોકોએ લોનના ડોકયુમેન્ટ તેમજ લોન વીમા પેટે એડવાન્સ રકમ ચુકવ્યા પછી એક અઠવાડિયામાં લોનની રકમ ખાતામાં જમા થઈ જશે. તેમ કહેવા છતાં બેંક ખાતામાં લોન જમા નહિ થતાં અનેક લોકો ફાઈનાન્સ એન્ડ ક્ધસલ્ટન્ટ ઓફિસમાં જતાં ઓફિસ બે દિવસથી બંધ હોવાનુંં જાણવા મળ્યું હતું અને અંકિત પટેલનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતાં લોકો છેતરાયા હોવાનો અહેસાસ થતાં અનેક લોકો હાલોલ પોલીસ મથકે પહોંચી ફાઈનાન્સ વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.