હાલોલ,હાલોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા હાલોલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી ભારે સુત્રોચ્ચાર વચ્ચે હાલોલમાં ચાલતી ભુગર્ભ ગટર યોજનાની કામગીરી તેમજ રોડ રસ્તા બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચારને પગલે ન્યાયિક વીજીલન્સ તપાસની માંગણી કરતુ આવેદનપત્ર પ્રાંત અધિકારી ડો.મયુર પરમારતે સુપરત કર્યુ તુ. જેમાં આવેદનમાં આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે કે, હાલોલ ખાતે છેલ્લા 3 વર્ષમાં 100 કરોડના ખર્ચે બનતી ભુગર્ભ ગટર યોજના સદંતર ફલોપ હોવાનુ જણાવ્યુ છે. ભુગર્ભ ગટર યોજનાની કામગીરી અંતર્ગત હાલોલ શહેરના તમામ મુખ્ય માર્ગો સહિતના ફળિયાઓ, ગલી ખોદકામ કરી ખેદાન મેદાન કરી નાંખ્યુ છે. ભુગર્ભ ગટરના ચેમ્બરો તેમજ ખોદેલા રસ્તાઓ પુન: બનાવવાની કામગીરીમાં પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. જયારે મોટાભાગના રોડ રસ્તાઓ ધુળના ઢગલાઓ ભેગા થતાં ધુળની ડમરીઓ પવનને કારણે ઉડતા લોકોના શ્ર્વાસમમાં જયાં ભયંકર બિમારીઓ પેદા થવાની દહેશત પણ નગરજનોમાં ફેલાઈ છે. આમ પાર્ટી દ્વારા આ બાબતે આવેદનપત્ર પાઠવીને વીજીલન્સ તપાસની માંગ કરવામાં આવી છે. આ બાબતના પુરાવા રૂપે ભ્રષ્ટાચાર અંગેની વીડિયો ડીવીડી પણ રાજયપાલ, મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર, માર્ગ મકાન વિભાગ મંત્રી ગુજરાત પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડ ગુજરાતને પણ મોકલી આપી આવેદન પણ નકલ રવાના કરવામાં આવી હોવાની જાણકારી મળી છે.