
હાલોલ,હાલોલ ગામના સર્વે નં.12(અ) 11 પૈકી 2, 12(અ)2 તથા 12(અ)(3) સીટી સર્વે નં.1835, 1836 તથા 1840 પૈકીવાળી મિલ્કતનો એકત્ર સીટી સર્વે નં.1935ની મિલ્કતવાળી જમીનમાં 14/9/2018 થી 11/3/2019ના સમયગાળામાં હાલોલ પાલિકાના પૂર્વ પ્રમુખ અને સભ્ય એક વ્યકિત દ્વારા બનાવટી દસ્તાવેજો બનાવી 17 પ્લોટ વેચી કાઢવામાંં આવતા આ બાબતે હાલોલ પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોેંધાવા પામી.
હાલોલ ગામના સર્વે નં.12(અ) 11 પૈકી 2, 12(અ)2 તથા 12(અ)(3) જેના એકત્ર સીટી સર્વે નં.1835ની મિલ્કતનું ક્ષેત્રફળ 33893 ચો.મી. બિનખેતીવાળી જમીનમાં માટે હાલોલ શીવાશીષ પાર્ક સોસાયટીમાં મેસર્સ લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર શ્રી લક્ષ્મી કોટન ટ્રેડર્સ પ્રા.લી.તરફ ડાયરેકટર ઉપેન્દ્રકુમાર ટી.કાપડીયા (અલીપુરા, તા.બોડેલી, છોટાઉદેપુર) દ્વારા અનેશકુમાર રજનીકાંત શાહ સાથે ડેવલોપમેન્ટ કરાર તા.5/7/2013ના રોજ કરી આપેલ હતો અને તા.13/7/2013ના રોજ અનેશકુમાર રજનીકાંત શાહએ આરોપીઓ સુભાષભાઇ રમણભાઇ પરમાર તથા કમલેશભાઇ શંકરભાઇ પટેલ સાથે ભાગીદારી લેખ કરેલ પરંતુ કોઈ વેચાણ દસ્તાવેજ તથા ડેવલોપમેન્ટ કરાર કરવાનો અધિકાર નહિ હોવા છતાં આરોપીઓ દ્વારા ખોટુંં બનાવટી સોગંદનામું તૈયાર કરી આ ખોટું સોગંદનામું તૈયાર કરી તેનો સાચા અને કિંમતી દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી હાલોલ સબ રજીસ્ટ્રારની કચેરીમાં તા.14/09/20185 થી તા.11/03/2019 દરમિયાન રજુ કરી કુલ 17 દસ્તાવેજ વેચાણ કરી આપનાર મેસર્સ લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર શ્રી લક્ષ્મી કોટન ટ્રેડર્સ પ્રા.લી.તરફે તેના અધિકૃત ડાયરેકટર ઉપેન્દ્રકુમાર ટી.કાપડીયા દ્વારા કરવામાં આવેલ કમ્ફરનીંગ પાર્ટી તરીકે સહી કરેલ રવિ ક્ધટ્રકશનના ભાગીદારઓ સુભાષભાઇ રમણભાઈ પરમાર (21, ધનશ્યામનગર,હાલોલ) તથા કમલેશભાઇ શંકરભાઇ પટેલ (રહે. મંગલમ પાર્ક, હાલોલ) મે સોંગદનામાની નકલ મુજબ ખોટી વિગતો અને માહિતી હાલોલ મામલતદારમાં આવેલ સબરજીસ્ટાર કચેરીમાં ફરજ બજાવતા સબ રજીસ્ટાર હર્ષદકુમાર કાનજીભાઇ પરમાર રજુ કરી સરકારી રાજ્ય કર્મચારીને ગેરમાર્ગે દોરી હાલોલની જમીનમા 17 દસ્તાવેજ કરી ગુનો આચરતા આ બાબતે હાલોલ પોલીસ મથકે આરોપી સુભાષભાઇ રમણભાઇ પરમાર, કમલેશભાઇ શંકરભાઈ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ દ્વારા સુભાષ પરમારની ધરપકડ કરવામાં આવી છે.