હાલોલમાં આંખના ચેપી રોગના દર્દી વધ્યા હોસ્પિટલમાં આંખના નાખવાના મોક્ષી ફલોકના ટીંપા ખુટી પડયા

  • આંખમાં નાખવાના ટીંપા ખૃુટી પડતાં એન્ટ બાયોટીક આપી સારવાર કરાઈ.
  • સરકારી હોસ્પિટલની દવા બારી ઉપર મોક્ષીફલોકમ ખુટી જવાના બોર્ડ મુકયા.

ગોધરા, હાલોલમાં ક્ધઝેકિટવાઈટીસ ચેપના દર્દીઓની સંખ્યા ઝડપતી વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલોલ સીએચસી દ્વારા 200 ઉપરાંત દર્દીઓને આંખના ચેપી રોગની સારવાર આપવામાં આવી છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં આંખોમાં નાખવાના ટીંપા ખુટી પડતા દર્દીઓને એન્ટી બાયોટીક આપીને સારવાર કરાઈ રહી છે.

પંચમહાલ જીલ્લામાં આંખના ચેપી રોગના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે હાલોલ નગર પણ આંખોના ચેપી રોગનું સંક્રમણ વધી રહ્યું છે. આંખના ચેપી રોગની સારવાર માટે દર્દીઓ હાલોલ રેફરલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. હાલોલ સી.એચ.સી.માં અઅત્યાર સુધી 1000 ઉપરાંત આંંખના ચેપી રોગના દર્દીઓની સારવાર આપવામાં આવી છે. હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખુટી જતાં હોસ્પિટલની દવા બારી ઉપર આઈડ્રોપ ખુટી ગયા હોવાના બોર્ડ મારવામાં આવ્યા છે. ખાનગી મેડીકલ સ્ટોર્સમાં ” મોક્ષી ફલોકસ” આઈડ્રોપ માટે દર્દીઓને 100 થી 120 રૂપીયા ખર્ચ કરવા પડી રહ્યો છે. આજરોજ 200 દર્દીઓને આંખના ચેપી રોગની સારવાર કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં સોમવાર નારોજ મેડીકલ ઓફિસરે 500 થી વધારે દર્દીઓને સારવાર આપી હતી. ત્યારે 100 જેટલા દર્દીઓની સારવાર દરમિયાન આઈડ્રોપ ખુલી જતાં એન્ટ બાયોટીક આપી સારવાર કરાઈ ત્યારે હાલોલના રેફરલ હોસ્પિટલમાં વધી રહેલા આંખના ચેપી રોગની સામે આઈડ્રોપ પુરા પાડવામાં જરૂરી છે.