હાલોલ લીસેગા કંપની પાસે અલ્ટ્રો ગાડી માંથી 31 હજારના ઈંગ્લીશ દારૂ સાથે ઈસમને પોલીસે ઝડપ્યો

હાલોલ, હાલોલ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, અલ્ટો ગાડી બુટલેગર ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને વરસડા ચોકડીથી મસવાડ તરફ આવનાર છે. તેવી બાતમીના આધારે લીસેગા કંપની પાસે વોચ ગોઠવી બાતમીવાળી અલ્ટ્રો ગાડી ઝડપી 31,500/-રૂપીયાના ઈંગ્લીશ દારૂ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, અલ્ટ્રો ગાડી નંં.જીજે.17.બીએચ.5156માંં કાલોલ ખરોલા ગામે રહેતો શૈલેષ હિંમતભાઈ પરમાર ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે અને ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ વરસડા ચોકડીથી મસવાડ જીઆઈડીસી તરફ આવનાર છે. તેવી બાતમીના આધારે પોલીસે લીસેગો કંપની પાસે વોચ ગોઠવી બાતમીવાળી ગાડી ઝડપી પાડી હતી. અલ્ટ્રોગાડીમાં ચેકીંગ કરતા ગાડી માંથી બીયર ટીન, પ્લાસ્ટીક કવાટરીયા નંગ-312 કિંમત 31,200/-રૂપીયા, અલ્ટ્રો ગાડી મળી કિંમત 1,31,200/- રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપી શૈલેષ હિંમતભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે હાલોલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.