- મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન તૂટી લિફ્ટ
- સાઇટ પર અકસ્માતમાં શ્રમિકનું કમકમાટી ભર્યું મોત
- હાલોલ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
પંચમહાલ જિલ્લાના હાલોલના મેડી મદાર ગામે કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક શ્રમિકનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. હાલ પોલીસે શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
દુર્ઘટનામાં વિઠ્ઠલ નાયક નામના શ્રમિકનું મોત પ્રાપ્ત વિગતો અનુસારા, હાલોલના મેડી મદાર ગામે મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું. શ્રમિકો પોત-પોતાના કામમાં લાગ્યા હતા. આ દરમિયાન અચાનક લિફ્ટ તૂટી હતી. આ દુર્ઘટનામાં વિઠ્ઠલ નાયક નામના શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ પોલીસને કરતા હાલોલ રૂરલ પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.