હાલોલ લકી સ્ટુડીયોની બાજુના કોમ્પ્લેકસની દુકાન માંથી 7 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

હાલોલના ગોધરા રોડ ઉપર આવેલા આદિત્ય કોમ્પ્લેકસની એક દુકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન દુકાન માંથી 7 લાખ ઉપરાંંતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને દુકાન માલિક વિરૂદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો.

હાલોલ લકી સ્ટુડીયોની બાજુમાં આવેલ આદિત્ય કોમ્પ્લેકસની દુકાન નંબર-3માં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે. તેવી બાતમી પંચમહાલ એલસીબી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી અને દુકાન નંબર-3માં તપાસ કરી ઈંગ્લીશ દારૂના નંગ-7008 કિંમત 7.800 લાખ રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાંં આધ્યો હતો. આ બાબતે દુકાન રાજસ્થાનના નરેશ બદામીલાલ ભગોરાની હોવાથી હાલોલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.