હાલોલ કુણીયા જીઆઈડીસીમાંં ખોટા દસ્તાવેજના આધારે જી.એસ.ટી.નંબર મેળવી ધંધો કરતાં ઈસમ વિરૂદ્ધ ફરિયાદ

હાલોલ,

હાલોલ જીઆઈડીસી સાથરોટાના આરોપીએ ઠગાઈ કરવાના હેતુસર ખોટા ડોકયુમેન્ટના આધારે જી.એસ.ટી. રજીસ્ટ્રેશન જો નંબર મેળવી સાચા તરીકે ઉપયોગ કરતાં એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડી ફરિયાદ નોંધાવી.

વિસ્તૃત વિગતો પ્રમાણે હાલોલ કુણીયા સાથરોટા ખાતે શબા રસીદ ખાતુન એ ખોટા નામે ઠગાઈ કરવાના હેતુથી આર્થિક લાભ મેળવવા માંગતો હોય માટે ખોટા દસ્તાવેજ બનાવટી ભાડા કરાર બનાવી હાલોલ એન્ટરપ્રાઈઝનો જી.એસ.ટી. રજીસ્ટ્રેશનનો નંબર મેળવી ખરા તરીકે ઉપયોગ કરી ધંધાકીય પ્રવૃતિ કરી ગુન્હો કરતા ગોધરા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.