હાલોલ ખાતે સર્વે નં.332/2 વાળી સંયુકત ભાગીદારીની જમીનનો બારોબાર વેચાણ દસ્તાવેજ કરાવી લેતાં ફરિયાદ

હાલોલ,

હાલોલ ખાતે આવેલ સર્વે નં.289, 889 પૈકી-1, 298 પૈકી-2, 289 પૈકી-3, 325 પૈકી-1, 325 પૈકી-2, 337/1 વાળી જમીન આશીબેન મુસાભાઈ ઈસ્માઈલભાઈ દેલોલીયા સીધી લીટીના વારસદાર હોય જે જમીનમાં આશીબેન અને તેમની માતા હાતીમાબીબીનુંં નામ છુપાવ્યું હતું અને નોંધ નં.2079 થી તા.15/09/1953ના રોજ આશીબેન મુસાભાઈ ઈસ્માઈલભાઈ દેલોલીયાનું નામ છુપાવી રાખી ખોટું પેઢીનામું તથા ખોટા જવાબ પંચકયાસ કરી તેના સાચા તરીકે ઉપયોગ કરી આરોપી નુરબીબી ઈબ્રાહિમ ઈસ્માઈલ રસીદ, અલ્લારખાં ઈબ્રાહિમ ભોપા (રસીદ), અબ્દુલ રહિમ ઈસ્માઈલ બજારવાલાએ પોતાના પિતા ઈબ્રાહિમ ઈસ્માઈલ ભોપા (રસીદ)નું વારસદાર તરીકે નામ દાખલ કરાવી આ જમીન પૈકીની સર્વે નં.332/2 વાળી જમીનમાં આશીબેન તથા આરોપીઓ અડધા ભાગે ઉપજ લેતા હતા. તે જમીન આરોપી અબ્દુલ રહિમ ઈસ્માઈલ બજારવાલા જે નુરબીબીના સગાભાઈ હોય આ જમીન સંયુકત ભાગીદારીની હોવાનું જાણતા હોવા છતાં નુરબીબી અને અલ્લારખાં એ સાથે મળીને પોતાના નામે નોંધ નં.25497 થી વેચાણ દસ્તાવેજ કરાવી ફરિયાદ સાથે વિશ્ર્વાસધાત કરતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.