હાલોલ ખાતે ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો

હાલોલ,હાલોલની વી.એમ.અંગ્રેજી માધ્યમ શાળા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત અને જીલ્લા રમત ગમત વિકાસ અધિકારીની કચેરી ગોધરા પંચમહાલ દ્વારા ખેલ એ ગુજરાત સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.1/5/2023 થી તા.10/5/2023 સુધી કુલ દસ દિવસ સુધી રમતોનું નિષ્ણાત કોચો દ્વારા કોચિંગ આપવામાં આવ્યું. હાલોલ તાલુકાની અલગ અલગ શાળાના ખેલાડીઓ એ ભાગ લીધો હતો. ઓથોરિટી દ્વારા ખેલાડીઓને ટી શર્ટ અને ટોપી તથા દરરોજ નાસ્તો આપવામાં આવ્યો હતો. આજે છેલ્લા દિવસે જીલ્લા રમત ગમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયાના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા સ્પોર્ટ્સને લગતી વિવિધ માહિતી આપી હતી.

Don`t copy text!