હાલોલ,હાલોલ ટાઉન પોલીસ મથકે આજે જિલ્લા પોલીસ અધિક્ષકે નિરીક્ષણ પરેડ યોજી હાલોલ નગરજનો અને પત્રકારો સાથે સમન્વય સાધી પ્રજાના પ્રશ્ર્નો અને રજૂઆતો સાંભળી તેમાં પોલીસ કેવી રીતે પ્રજાનો મિત્ર બની શકે તે હેતુથી તે લોકદરબારનું પણ આયોજન કર્યું હતું. આ પ્રસંગે હાલોલ ડીવાયએસપી, હાલોલ સીપીઆઈ, ટાઉન પીઆઇ સહિત પોલીસ, પ્રેસ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા એસપી એ અનેક પ્રશ્ર્નો અને રજૂઆતો સાંભળી તેના સુખદ સમાધાન માટેની ખાતરી આપી હતી.હાલોલ નગરજનો સાથે સંવાદ કરવાનો અને તેઓના પ્રશ્ર્નો અને રજૂઆતો સાંભળવાનો જિલ્લા પોલીસ અધિક્ષકનો લોકદરબાર યોજાયો હતો. આ પ્રસંગે ટાઉન પોલીસ મથકે કોન્સ્ટેબલ અને અધિકારીઓ વચ્ચે નિરીક્ષણ પરેડ યોજી હતી. પરેડ દ્વારા પીઆઇ ચૌધરીએ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીને સલામી આપી સ્વાગત કરવામાં આવ્યું, તો અધિક્ષકે પરેડમાં ઉભેલા કોન્સ્ટેબલો વચ્ચે પહોંચી તમામનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ હાલોલ પ્રેસ મિત્રો, નગરજનો, આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓના ઉપસ્થિત કાર્યકરો સાથે પરિસંવાદ કરી તેઓની રજૂઆતો અને પ્રશ્ર્નો સાંભળ્યા હતા. હાલોલના સિનિયર પત્રકાર મકસુંદ મલેકે હાલોલ નગરમાં આરટીઓ નંબર પ્લેટ વગર ફરતા વાહનો, કાળી ફિલ્મ લગાવીને અને પોલીસ તથા પ્રેસ લખી ફરતા વાહનો સામે તપાસ માટે રજૂઆત કરાઈ હતી. શહેરમાં આવા વાહનો લઈ ફરતા પોલીસના કર્મીઓ અને પ્રેસવાળા સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. કોઈ પોલીસ કર્મચારી પોલીસ લખાવેલા વાહન સાથે ન ફરે તેવું પણ સૂચન કર્યું હતું. નગરમાં ઉભી થતી ટ્રાફિક સમસ્યા, કેટલાક જાહેર સ્થળે ઉપર સીસીટીવી કાર્યરત કરવા, હાલોલ બાયપાસ રોડ ઉપર કંજરી ચોકડી પાસે પોલીસ ચોકી બાબતે, સાઇબર ક્રાઈમના બનતા વધુ બનાવો અંગે અને એસટી ડેપોમાં સીસીટીવી કાર્યરત કરવા અને પાવાગઢ પદયાત્રીઓ માટેની ફૂટપાથના દબાણો હટાવવા જેવા મુદ્દાઓની રજુઆત હાલોલ પાલિકા પૂર્વ પ્રમુખ નીતિન શાહ, સિનિયર પત્રકાર પરમાનંદ સોની, સુરેન્દ્ર શાહ, જલ્પેશ સુથાર વગેરે કરી હતી. જિલ્લા અધિક્ષક હિમાંશુ સોલંકીએ તમામ રજૂઆતો અને પ્રશ્ર્નો સાંભળ્યા હતા અને તેના સમાધાન માટે ખાતરી આપી હતી. પોલીસ સ્ટાફની ઘટ છે, ક્રાઈમ વધી રહ્યો છે, ત્યારે મહેમક વધારવા અંગેની રજૂઆતનો અન્ય તાલુકાઓ કરતા આ બાબતે હાલોલની સ્થિતિ સારી હોવાની વાત જણાવી છેદ ઉડાડી દીધો હતો.