
હાલોલ,
હાલોલના કસ્બા વિસ્તારમાં ત્રણ અલગ અલગ સ્થળે મુંગા પશુઓના કત્તલ કરવામાં આવી રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન કત્તલ કરેલ ગૌવંશનું માંસ 190 કિલો, કત્તલ કરેલ માંસ 160 કિલો, 3 જીવતા પશુઓ મળી 1,46,450/-રૂપીયાના મુદ્દામાલ સાથે 4 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ કસ્બા વિસ્તારમાં ખોખર ફળીયા, કરીમ કોલેાની અને રામપુરી ફળીયામાં ત્રણ અલગ-અલગ જગ્યાએ ગૌવંંશ અને મુંગા પશુઓના કત્તલ કરવામાં આવી રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન કત્તલ કરેલ ગૌવંશનું માંસ વજન 190 કિલો, કત્તલ કરેલ માંસ વજન 160 કિલો, જીવતી ભેંસ નંંગ-2, પાડો નંગ-1 મળી જીવતા ત્રણ પશુઓ તગારા, ત્રાજવા, વજન કાંંટલા મળી 1,46,450/-રૂપીયાના મુદ્દામાલ સાથે અબ્દુલ રસુલ ધાંંચી, ફિરોજખાન હુસેનખાન પઠાણ, જાહીરખાન હુસેનખાન પઠાણ, અખ્તરખાન હુસેનખાન પઠાણને ઝડપી પાડવામાંં આવ્યા હતા. જ્યારે બે ઈસમો પોલીસની રેઈડ દરમિયાન નાશી છુટીયા હતા. આ બાબતે હાલોલ પોલીસ મથકે પ્રાણી ક્રુરતા નિવારણ હેઠળ ગુનો નોંંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.