હાલોલ કંજરી ગામના યુવાન પાસે ફેસબુક પર સસ્તા ભાવે ઈલેકટ્રીક વસ્તુના નામે 30 હજાર રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી

હાલોલ, હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ કલાસિકલ ડુપ્લેક્ષ સોસાયટી ખાતે રહેતા રાકેશ કુમાર અરવિંદભાઈ પંચાલે ગત તા.3/1/2023ના રોજ ફેસબુક એકાઉન્ટ પરથી શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ નામના એકાઉન્ટ પર આવેલ જાહેરાત જોઈ હતી. જાહેરમાં ઈલેકટ્રીક વસ્તુઓ સસ્તા ભાવે વેચાણ માટે મુકી હતી. જેમાં મોબાઈલ નંબર આપ્યો હતો. જે બાદ રાકેશ પંચાલે મોબાઈલ ફોન પરથી વાતચીત કરી માહિતી મેળવી હતી. જેમાં શ્રી ગણેશ એન્ટરપ્રાઈઝના માલિક રાજેશ દામોદર દાસ(રહે.નૈત્રંગ, તા.વાલીયા, જિ.ભરૂચ)એ કહ્યુ કે, મારી પાસે ટી.વી., એ.સી., કુલર, જેવી વસ્તુઓ છે. અને બજાર કિંમત કરતા સસ્તી કિંમતમાં વેચુ છુ. જેમાં રાકેશભાઈએ ત્રણ એ.સી.લેવાના હોવાથી એક એ.સી.ના રૂ.27 હજારની માંગણી કરતા રાકેશભાઈઅ શ્રી ગણેશ એન્ટરપ્રાઈઝના બીજા મોબાઈલ નંબર પર તા.7/1/23ના રોજ ગુગલ-પે મારફતે ઓનલાઈન 30 હજાર ટ્રાન્સ્ફર કર્યા હતા. રાજેશ દામોદર દાસે 3 દિવસમાં એ.સી.આવી જશે તેમ જણાવ્યુ હતુ. તે બાદ એક સપ્તાહ સુધી બુક કરેલુ એ.સી.આવ્યુ ન હતુ. તેથી રાકેશભાઈએ એસીની ડીલીવરી માટે શ્રી ગણેશ એન્ટરપ્રાઈઝના માલિક રાજેશ દામોદર દારને અવાર નવાર ફોન કરતા બહાના બતાવ્યા હતા. રાકેશભાઈએ બે થી ત્રણ વાર નૈત્રંગ ખાતે જય શ્રી ગણેશ એન્ટરપ્રાઈઝની દુકાને માલિક રાજેશ દામોદર દાસને જઈને મળ્યા હતા પરંતુ રૂબરૂમાં પણ રાજેશ દામોદર દાસે અનેક બહાના કરી છેલ્લા કેટલાય સમયથી એસી પણ ન આપી હતી કે એસીના એડવાન્સ રકમ પણ પરત આપતા આખરે રાકેશભાઈએ ગત તા.29/05/23ના રોજ નેગો એકટ 138 મુજબનો હાલોલ કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. જે કામની મુદ્દતમાં પણ આરોપી રાજેશ દામોદર દાસ હાજર ન હતો. છેલ્લા કેટલાય સમયથી રાકેશભાઈ પંચાલને રાજેશ દામોદર દાસ બહાના બતાવતા હતા. તે બાદ રાકેશભાઈને પૈસા પરત ન મળતા હાલોલ પોલીસ મથકે રાજેશ દામોદાર દાસ સામે ઓનલાઈન ફેસબુક પર શ્રી ગણેશ એન્ટરપ્રાઈઝના નામે ઈલેકટ્રીક વસ્તુ સસ્તા ભાવે વેચવાની જાહેરાત આપી રૂ.હજારની ઓનલાઈન છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા હાલોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.