હાલોલ, હાલોલ-કાલોલ તાલુકા વિસ્તાર માંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં બાકરોલ-શક્તિપુરા વચ્ચે કેનાલનાં વહેતા પાણીનાં પ્રવાહની સાઈટમાં ગણા લાંબા સમયથી ગાબડાંઓ સર્જાતા ભયનો માહોલ. ધોવાણ અંગે નર્મદા નિગમ તંત્ર દ્વારા અસરકારક સમારકામ કરવાની લાપરવાહીને પગલે ધોવાણ વધતા સાઈટ તૂટીને મસ્ત મોટાં ગાબડાંઓનાં દ્રશ્યો જોવા મળે છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ-કાલોલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મેઈન કેનાલનાં શક્તિપુરા-બાકરોલ વચ્ચેની આઈપી સાઈટ 105 સીઆર પાસે ગણા લાબા સમયથી પાણીનાં વેહતા પ્રવાહની ઝાલકો થી પાસ-પાસેનાં અંતરમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ સાઈટનું ધોવાણ થતાં સીસી સાઈટ તૂટીને જતાં મસ્ત મોટાં ગાંબડાઓનાં અહેવાલો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતા. પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે આજે પણ મસ્ત મોટા ગાબડાંના દ્રશ્યો નજરે નિહાળી શકાય છે. નર્મદાના વેહતાં પ્રવાહની બંને સાઈડ ઉપર ડામર રોડ બનાવવાતાં રાત-દિવસ એનેક મુસાફરો આ માર્ગ પરથી પસાર થતા હોય છે. તેમ છતાં જવાબદાર નર્મદા નિગમ તંત્ર દ્વારા સાઈટના નુકસાન અંગે અસરકારક સમારકામ કરવાની જગ્યાએ લાપરવાહી દાખવીને માત્ર રેતી ભરેલી થેલીઓ મૂકીને કામચલાઉ સંતોષ માન્યો છે. જે હલકી કક્ષાના સમારકામની બેદરકારીને કારણે અવાર-નવાર નર્મદા કેનાલમાં ગાબડાં જોવા મળતાં હોય છે અને જવાબદાર નર્મદાના નિગમના તંત્રનું ધ્યાન દોરતાં સમારકામ કરી તેમની ફરજ બજાવતા હોય છે. હાલ ગણા લાબા સમયથી નર્મદા કેનાલમાં પાસપાસે સર્જાયેલા ત્રણ મોટાં ગાબડાંઓ આવનાર સમયમાં પાણીનાં વધતા પ્રવાહથી અકસ્માત સર્જાય તે પહેલાં તેનું જવાબદાર નર્મદાના નિગમના તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોક બુમ ઉઠવા પામી છે. સમય સર જો નર્મદાના ગાબડાં પૂરવામાં આવે તો આસપાસના ખેડૂતોને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થવાની શક્યતા રહેતી નથી.
જે નર્મદા કેનાલ સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન હોય કેનાલની દેખરેખ માટે નર્મદા નિગમ તંત્ર દ્વારા નિર્ધારિત વિસ્તાર સંલગ્ન 24 કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.તેમ છતાં પેટ્રોલિંગ સ્ટાફને મુખ્ય કેનાલની સાઈટને પહોંચેલું નુકસાનનું સમારકામ કરવામાં કોઈ રસ નથી ? કે પછી તંત્ર દ્વારા જાણીબુજી ” આંખ આડા કાળા કાન” કરવામાં આવી રહ્યા છે ? તાજેતરમાં થોડા દિવસ પહેલાં નર્મદા કેનાલમાં વધુ પાણીનો પ્રવાહ વહેતો કરવામાં આવ્યો હતો. જેથી જવાબદાર તંત્રની આંખો નહીં ખુલતા આગામી દિવસોમાં સાઈટનું નુકસાન વધારે વકરે અને સાઈટની ઉપર આવેલા રોડને પણ નુકસાન પહોંચાડે તો રોજીંદા રોડ પરથી પસાર થતા કોઈ વાહનચાલકો માટે અકસ્માતનો ભોગ બને તે પહેલાં તંત્ર દ્વારા નુકસાન પામેલ સાઈટોનું અસરકારક સમારકામ સત્વરે કરાવે તેવી માગ ઉઠી છે.