હાલોલ જુની જી.આઈ.ડી.સી. ખોડીયાર લાઈફ સાયન્સ કોલેજ પાસે આરોપીને મારમારી કરી ઈજાઓ પહોંચાડતા ફરિયાદ

હાલોલ, હાલોલ જુની જી.આઈ.ડી.સી. ખોડીયાર લાઈફ સાયન્સ કંપની ખાતે આરોપી ઈસમોએ મંડળી રચી હથિયારો સાથે ફરિયાદી તથા અન્યોને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ જી.આઈ.ડી.સી.ખોડીયાર લાઈફ સાયન્સ કંપની ખાતે આરોપી ઈસમો અજયસિંહ, ધર્મેશ ઉર્ફે ભુરો, બાબુ વિજયભાઇ સોલંકી તથા અન્ય ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચી હતી અને ફરિયાદી મિતેશસિંહ બળવતંસિંહ સોલંકી અને અન્ય સાહેદોને ગાળો આપી અજયસિંહને માથામાંં લાકડી મારી ઇજાઓ પહોંંચાડી હતાી. મારામારીમાં ફરિયાદીની સોનાની ચેઈન પડી ગઈ હતી. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.