
- પોલીસે પાંચ આરોપીઓની હત્યાના ગુન્હામાં ઝડપ્યા.
હાલોલ, હાલોલમાં છ દિવસ અગાઉ ખાખરીયા ગામની સીમમાં રેલ્વે ટ્રેક ઉપરથી જમીન લે-વેચના વ્યવસાય કરતા વ્યકિતનો મૃતદેહ ત્રણ ટુકડા કરાયેલ હાલતમાં મળી આવ્યો હતો. હત્યાની વિગતો સામે આવતાં પોલીસે ઝીણવટભરી તપાસ કરી પત્નીએ પતિનો કાંટો કાઢવા પ્રેમી સાથે મળી હત્યાનું કાવતરું રચી હત્યા કરાઈ હતી. હત્યાના ગુન્હામાં પત્ની તેના પ્રેમી સહિત પાંચ આરોપીઓની પોલીસ ધરપકડ કરી.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલમાં જમીન લે-વેચના વ્યવસાય કરતાં જતીન દરજીની ક્રુર રીતે હત્યાના પ્રકરણમાં પોલીસે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જતીન દરજીની પત્ની બિરલે તેના પ્રેમી રમેશ પટેલ સાથે મળી અન્ય ત્રણ ઈસમોની મદદથી હત્યા કરાઈ હતી. પોલીસ દ્વારા જણાવ્યું કે, એક કોલ રેર્કોડીંગ ઉપરથી હત્યા થયાનું બહાર આવ્યું છે. મૃતકની પત્નીની ફરિયાદના આધારે નાગજી મહેરામ ભરવાડ અને વણ ઓળખાયેલ વ્યકિત સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે હત્યાના પ્રકરણમાં વિજય રામાભાઈ અને સંદીપભાઈ કનૈયાલાલ બલાઈની ધરપકડ કરી હતી. પુછપરછ કરતાં નાગજી ભરવાડ મૃતક જતીન દરજીને કારમાં સાથે આવ્યા હતા અને ચાર ઈસમોએ દારૂ પીધો હતો. ત્યારબાદ ખાખરીયા ગામની સીમમાં રેલ્વે ટ્રેકની બાજુમાં ખેતરમાં ગળુ દબાવી જતીન દરજીની હત્યા કરી મૃતદેહને રેલ્વે ટ્રેક પર મૂકી ફરાર થયા હતા. ટ્રેન પસાર થતાં મૃતદેહના ત્રણ ટુકડા થયા હતા. પોલીસની માહિતી મુજબ જતીન દરજીને બિરલ પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને બે સંતાન ધરાવે છે. બિરલ પટેલને સોસાયટીમાં રહતો ધર્મેશ ઉર્ફે ધમો પ્રવિણભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધો હતા અને પતિ સાથે થતાં ઝગડાથી પત્ની બિરલ ત્રાસી ગઈ હતી. પત્નીએ પતિનો કાંટો કાઢવા માટે પ્રેમી રમેશ પટેલ સાથે મળી હત્યાની યોજના અને પ્લાન મુજબ જતીનની હત્યા નાગજી ભરવાડને હપ્તા ઉપર આપેલ ટ્રકના હપ્તા ભરવા અને ટ્રક લઈ લેવાની લાલચ આપી સોપારી જેથી નાગજી ભરવાડે 50 હજારમાં વિજય રામાભાઈ, સંંદિપ કનૈયાલાલ બલાઈને આપવાનું નકકી 5-5 હજાર એડવાન્સ હત્યા કરાવી અને મોતને રેલ્વે અકસ્માતમાં ખપાવવાની કોશીષ કી હાલોલ પોલસે પતિની હત્યા કરાવનાર બિરલ પટેલ પ્રેમી ધર્મેશ પટેલ, નાગજી ભરવાડ, વિજય રામાભાઈ, સંદિપ લબાઈની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.