- પરવાનગી વગર એન.એ. કરી કરાયેલ બાંંધકામ સર્વ ખર્ચ દુર કરાવી ચીફ ઓફિસરને અહેવાલ આપવાનો આદેશ કરતા કલેકટર.
હાલોલ, હાલોલ બાયપાસ રોડ ઉપર આવેલ જાંબુડીના રે.સર્વે નં.9ને 73 એએ વાળીના કબ્જેદાર મહિલા મૃત્યુ બાદ તેઓના વારસદાર પણ હયાત ન હોય ત્યારે 73 એએ વાળી જમીન સક્ષમ અધિકારીને પરવાનગી વગર (એન.એ.) બિનખેતી પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા કરાવાનું સામે આવતાં હાલોલ પ્રાંતના અહેવાલ ધ્યાને લઈ જીલ્લા કલેકટર દ્વારા જમીન શ્રીસરકાર કરવાનો હુકમ કરતાં હાલોલમાં રાજકારણ ગરમાયું છે.
હાલોલના બાયપાસ રોડ ઉપર આવેલ જાંબુડીના રે.સર્વે નં.9ની 73 એએ વાળી જમીનના કબ્જેદાર નાયક જામલીબેન વેસ્તાભાઈનું મૃત્યુ થતાં તેમના વરસદારો પણ હયાત ન હોય ત્યારે હાલોલ પાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ પરમાર દ્વારા સર્વે નં.9 વાળી 73 એએના નિયંત્રણોવાળી જમીન માટે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવ્યા વગર બિનખેતી (એન.એ.) કરવાનું સામે આવ્યું હતું. હાલોલ પ્રાંત દ્વારા અહેવાલ તૈયાર કરી જીલ્લા કલેકટરને મોકલી આપતાં જીલ્લા કલેકટર જમીન મહેસુલ કાયદાની કલમ-66 તથા 79(એ) હેઠળ સર્વે નં.9 વાળી હે.આર.ચો.મી.2.89.95 વાળી 73 એએ નવી અને અવિભાજય શરતની ખેતીની જમીન વગર પરવાનગીએ વાણિજય તથા ઔદ્યોગિક હેતુસર ગેરકાયદેસર બાંધકામ કરી જમીન મહેસુલના કાયદા કલમ-66 તેમજ અનઅધિકૃત ભોગવટો કરી જમીન મહેસુલના કાયદાની કલમ 79(એ) ભંગ કરવા બદલ જમીન ઈમલા સહિત શ્રીસરકાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
સાથે આ જમીન ધારણકર્તાની બન્ને કલમો મુજબ હકાલપટ્ટી કરવા હાલ પરવાનગી વગર ગેરકાયદેસર બાંધકા આ મિલ્કતનો ભોગવટો ધરાવનાર ચિરાગ સુભાષભાઈ પરમારનો હોય જેને 15 દિવસમાં સ્વખર્ચે બાંધકામ દુર કરતો અને હાલોલ પાલિકા ચીફ ઓફિસરને તેની ખરાઈ કરી 20 દિવસમાં પંચમહાલ જીલ્લા કલેકટરને રજુ કરવા આદેશ કરાયો છે. જો ધારણકર્તા કબ્જેદાર સ્વખર્ચે બાંધકામ દુર ન કરે તો પાલિકા બાંધકામ દુર કરી ખર્ચ ચિરાગ સુભાષભાઈ પરમાર પાસે વસુલવાનો હુકમ કરવામાં આવતાં હાલોલ રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે.