હાલોલ બાયપાસ રોડ ઉપર આબેલી જાંબુડી ના સર્વે નંબર 9 ની 73AA ની જમીન ના કબ્જેદાર નાયક જામલીબેન વેસ્તાભાઈ નું મૃત્યુ થતા તેઓના કોઈ વારસદારો હયાત નથી. આ સર્વે નંબર 9 ની જમીન ઉપર સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય બિનખેતીનું કૃત્ય નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષ પરમાર દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવતા હાલોલ પ્રાંત અધિકારી ના અહેવાલ મુજબ પંચમહાલ જિલ્લા કલેક્ટરે આ સર્વે નંબર 9 ની જમીન શ્રી સરકાર કરવાનો હુકમ કરતા હાલોલ માં રાજકીય ગરમાવો આવી ગયો છે.
પંચમહાલ જિલ્લા કલેક્ટરે જમીન મહેસુલ કાયદા ની કલમ-66 તથા 79(એ), હેઠળ જાંબુડી ના સર્વે નંબર – 9 ના હે.આ.ચો.મી. 2.89.98 વળી 73AA નવી અને અવિભાજ્ય શરતની ખેતીની જમીનમાં વગર પરવાનગીએ વાણિજ્ય તથા ઔદ્યોગિક હેતુસરઅનઅધિકૃત બાંધકામ કરી જમીન મહેસુલ કાયદા કલમ- 66 તથા અનઅધિકૃત ભોગવટો કરી જમીન મહેસુલ કાયદા કલમ 79 (એ) નો ભંગ કરવા બદલ આ જમીન ઈમલા સહિત સરકાર હસ્તક દાખલ કરવા હુકમ કરેલ છે.
આ જમીન ધારણ કરનાર ની બંને કલમો મુજબ હકાલપટ્ટી કરવા અને અત્રે પરવાનગી વગર અનઅધિકૃત બાંધકામ આ મિલકતનો ભોગવઠો ધરાવનાર ચિરાગ સુભાષભાઈ પરમાર ના હોય એ 15 દિવસમાં સ્વખર્ચે દૂર કરવાનો અને નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી એ તેની ખરાઈ કરી 20 દિવસમાં અહેવાલ કલેકટરને રજૂ કરવાનું જણાવવમાં આવ્યું છે. ચિરાગ સુભાષભાઈ પરમારનાઓ ખર્ચે આ બાંધકામો દૂર ન કરે તો પાલિકા દ્વારા આ બાંધકામો દૂર કરી તે અંગેનો ખર્ચ ચિરાગ સુભાષભાઈ પરમાર પાસેથી વસૂલ લેવાનો રહેશે. જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા આ હુકમ થી વધુ એક વાર હાલોલ માં રાજકીય ગરમાવો આવી ગયો છે.