હાલોલ, હાલોલના બરોડા રોડ ઉપર છેલ્લા 20 વર્ષથી કાર્યરત ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીની ઓફિસ ખાતે આવનાર 28 ઓગષ્ટથી આ ઓફિસનુ કામકાજ બંધ કરી દેવામાં આવનાર હોવા અંગેની નોટિસ મારવામાં આવતા આ વિમા કંપનીના ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
હાલોલના બરોડા રોડ ઉપર છેલ્લા 20 વર્ષથી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીની ઓફિસ કાર્યરત છે. અને આ ઓફિસમાં ફકત બે જ કર્મચારીઓથી ચાલે છે. જેમાં એક અધિકારી અને એક પટાવાળો અને આ ઓફિસ સાતથી આઠ હજારના ભાડામાં ચાલે છે. નિભાવ ખર્ચ પણ ઓછો છે તેની સામે આ વિમા કંપનીમાં વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો પ્રિમીયમ હાલોલ નગર સહિત તાલુકાના આજુબાજુના વડોદરા અને પંચમહાલ જિલ્લાના ગામડાના વાહનચાલકો અને મેડિકલ પોલીસીના ગ્રાહકો ભરે છે. ત્યારે કંપનીના તંત્ર વાહકો દ્વારા બંધ કરવાનો ખોટો નિર્ણય લઈ કરોડો રૂપિયાનુ પ્રિમીયમ ખોવાનો વારો આવશે.એક બાજુ ખાનગી વિમા કંપનીઓ ધરે બેઠા બેઠા વિમા પ્રિમીયમ ઉઘરાવે છે તેમજ દરેક સુવિધાઓ પુરી પાડે છે. ત્યારે વર્ષો જુની આ વિમા કંપની દ્વારા આ ઓફિસ બંધ કરી દેવાના નિર્ણયથી કરોડો રૂપિયાનુ પ્રિમીયમ ખાનગી કં5નીઓને જતુ રહેશેનુ ચર્ચાઈ રહ્યુ છે. આ સરકારી વિમા કંપનીમાં ગ્રાહકો જાતે ઓફિસમાં આવીને પ્રિમીયમના ચેકો આપી જાય છે અને કંપનીના એજન્ટો પણ મહેનત કરી રહ્યા છે લાગે છે કે કંપનીના ઉંચા અધિકારીઓ કયા આધારે આ કરોડો રૂપિયાનુ પ્રિમીયમ જતુ કરવા અને કંપનીને ખુબ મોટુ આર્થિક નુકસાન થાય તેઓ નિર્ણય એકાએક કેમ લેવામાં આવ્યો ? તે અંગે તર્કવિતર્કો થઈ રહ્યા છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ સરકારમાં અને દિલ્હી ખાતે રજુઆતમાં લેખિતમાં કરવામાં આવી હોવાનુ જાણવા મળે છે. હાલોલની ઓફિસ બંધ થાય તો તેના વિમા ગ્રાહકો પ્રિમીયમ ભરવા જશે કયાં ? નાછુટકે ગ્રાહકોને ખાનગી કંપનીનો સહારો લેવો પડશે જેને લઈ આ નિર્ણય ઉપર ફેર વિચાર કરવા લોકોની આશા સેવાઈ રહી છે.