હાલોલ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા દંપતિએ ખંડીવાળા પાસે નર્મદા કેનાલમાં પડતુંં મુકતા મહિલાને બચાવાઈ યુવાન પાણીમાંં ગરકાવ થયો

  • ફાયર ફાયટરોએ યુવાનની શોધખોળ આદરી.

હાલોલ, હાલોલ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા વોર્ડ નં.2ના પૂર્વ પાલિકા મહિલા સભ્યના પુત્ર અને પુત્રવધુએ વડોદરા ઉપર ખંડીવાળા ગામ પાસે નર્મદા કેનાલમાં પડતું મુકયું હતું. ત્યારે રાહદારી વ્યકિતઓ દ્વારા પુત્રવધુને બચાવી લેવામાં આવી હતી. જ્યારે પુત્ર કેનાલના પાણીમાં લાપતા થતાં હાલોલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વિસ્તૃત વિગતો મુજબ હાલોલ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા વોર્ડ નં.2ના પૂર્વ મહિલા સભ્ય સુખીબેન ભાઈલાલભાઈ ચૌહાણના પુત્ર નરેન્દ્ર ચૌહાણ ઉર્ફે નૈલુ અને તેની પત્ની જે લવ મેરેજ કરેલ હતા. તે દંપતિ વહેલી સવારે ધરે ચાલતા નિકળી ગયા હતા. અને હાલોલથી 10 કિલો મીટર દુર વડોદરા રોડ ખંડીવાળા ગામે નર્મદા કેનાલમાં પતિ-પત્નિએ પડતુંં મુકયું હતું. ત્યારે રાહદારીઓ દ્વારા મહિલાને બચાવી લેવામાંં આવી હતી. ત્યારે જયારે નરેન્દ્ર ઉર્ફે નૈલુ કેનાલના ઉંડા પાણીમાં લાપતા થયો હતો. કેનાલમાંં પડતુંં મુકેલ દંપતિ પૈકી મહિલાને બચાવી લઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે નરેન્દ્ર ઉર્ફે નૈલુની શોધખોળ માટે હાલોલ પાલિકા ફાયર ફાયટરો દ્વાારા શોધખોળ કરવામાં આવી રહી છે. નર્મદા કેનાલમાં પડતુંં મુકી આપધાત કરવા પડતું મુકનાર નરેન્દ્ર ઉર્ફે નૈલુએ યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને માતા-પિતાથી અલગ રહેતા હતા. લગ્નજીવનમાં પુત્રી પણ હોય પારિવારીક કલેશના કારણે વહેલી સવાર ેધરેથી નરેન્દ્ર ઉર્ફે નૈલુ તેની પત્નિ સાથે નિકળી ગયો હતો અને આપધાત અંગે મિત્રને જાણ કરી હતી. જેથી અન્ય મિત્રો કેનાલ ઉપર પહોંચતા નૈલુએ કેનાલમાં પડતું મૂકી દેતાં જેને પકડવા જતાંં પત્ની પણ નહેરમાં પડી હતી. સ્થળ ઉપર પહોંચેલ મિત્રએ કેનાલમાં પડતુંં મુકીને મહિલાને બચાવી લીધી હતી. પરંતુ નરેન્દ્ર ઉર્ફે નૈલુ માણીમાં ગરકાવ થઈ ગયો હતો અને કેનાલના વહેતા પાણીમાંં તણાઈ જતાં હાલોલ ફાયર ફાયટરોએ યુવાનની શોધખોળ આદરી હતી. આ ધટનાની જાણ થતાં પરિવારજનો નર્મદા કેનાલ પાસે દોડી આવ્યા હતા અને પાણીમાં ડુબી ગયેલ નરેન્દ્ર ઉર્ફે નૈલુને ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરાઈ રહી છે.