હાલોલ ગજાપુરા ગડીત ગામ પાસે કેનાલ માંથી મકરપુરા થી ગુમ થયેલ 40 વર્ષીય વ્યકિતનો મૃતમદેહ મળ્યો

હાલોલ, તાલુકાના ગજાપુરા અને ગડીત ગામના કેનાલના વચ્ચેથી વડોદરા મકરપુરાથી પોલીસ મથકે ગુમ થયેલ 40 વર્ષીય વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો.

વિસ્તૃત વિગતો મુજબ વડોદરા મકરપુરા નેહલ પાર્ક દંતેશ્ર્વર ખાતે રહેતા આનંદભાઈ નગીનભાઈ પટેલ ઉ.વ 40 ધરેથી કોઈને કહ્યા વગર ફોર વ્હીલ લઇ નીકળી કયાંક ચાલ્યા ગયેલ હોય તેની મકરપુરા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવા હતી. તેવા આનંદભાઈ પટેલના મૃતદેહ હાલોલ તાલુકાના ગજાપુરા અને ગડીત ગામની કેનાલ માંથી મળી આવતાં આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.