હાલોલ,
વડોદરા ગોલ્ડન ચોકડી નજીક દુકાન ધરાવતાં બે વ્યકિતનું બેટરી ચોરી મામલે અપહરણ કરી મારમારી ગોંધી રાખવામાં આવ્યો હતો. તેવા બે વ્યકિત પૈકી રાજુનાથનો મૃતદેહ હાલોલના વિંટોઝ ગામ પાસે નર્મદા કેનાલ માંથી મળ્યો. મૃતદેહ હાલોલ રેફરલ ખાતે ખસેડવામાં આવ્યો.
વિસ્તૃત વિગતો મુજબ વડોદરા ગોલ્ડન ચોકડી નજીક દુકાન ધરાવતા રાજુનાથ અને કૈલાશનાથનું બેટરી ચોરી મામલે અપહરણ કરીને ગોંધી રાખેલ હોય અપહરણકાર ઈસમો દ્વારા સાળા-બનેવી રાજુનાથ અને કૈલાશનાથને માર મારવામાં આવ્યા હતા. વડોદરા ગોલ્ડન ચોકડી પાસેથી અપહરણ કરેલ હોય ત્યારે હાલોલ તાલુકાના વિંટોઝ ગામ નજીક નર્મદા કેનાલ માંથી મૃતદેહ મળતાં મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડતા કેનાલ માંથી મળેલ મૃતદેહની ઓળખ રાજુનાથના પરિવારજનોએ ઓળખ કરતાં વડોદરા ગોલ્ડન ચોકડી સાળા-બનેવી અપહરણના કેસમાં હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.