હાલોલ, હાલોલ-ગોધરા રોડ ઉપર આવેલ સુંદરવન સોસાયટીના મકાનના પાછળ આવેલ બાથરૂમની બારી તોડી ધરમાં પ્રવેશ કરી ધર માંથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ 1,04,000/-રૂપીયાનો ચોરી કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ-ગોધરા રોડ ઉપર આવેલ સુંદરવન સોસાયટીમાં રહેતા કૃણાલ મહેન્દ્રભાઇ રાણાના બંધ મકાનમાં કોઇ અજાણ્યો ચોર ઈસમો બારી તોડીને ધરમાં પ્રવેશ કર્યો હતો અને ધરમાં કબાટમાં મુકી રાખેલ સોનાના દાગીના કિંમત 64,000/- તથા રોકડા 40,000/-રૂપીયા મળી કુલ 1,04,000/-રૂપીયાની ચોરી કરી જતાં ાઅ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.