હાલોલ-ગોધરા રોડ ઉપર દુણિયા નાકોડા કોમ્પ્લેક્ષ આવેલ પટેલ ગેરેજમાં ફરિયાદીએ સ્પ્લેન્ડર મોટરસાયકલ રિપેરીંગમાં આપી હતી ત્યારે આરોપી અન્ય ત્રણ ઈસમો સાથે મળી મોટરસાયકલના સ્પેરપાર્ટસ છુટા કરી ટ્રકમાં લઈ જઈ વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ-ગોધરા રોડ ઉપર દુણિયા ગામે આવેલ પટેલ ઓટો ગેરેજમાં ફરિયાદી કનુભાઈ રનવીરસિંહ ચૌહાણે પોતાની સ્પ્લેન્ડર બાઈક નં.જીજે-06-જેજી-7284 રિપેરીંગમાં મુકેલ હતી ત્યારે આરોપી દોલારામ કાલુભાઈ ચોૈધરીએ અન્ય આરોપીઓ હેબટ સાદ શબ્બીર, રમઝાની ઈકબાલ પટેલ, અશરફ જાવેદ સિદ્દીકી સાથે મળી કાવતર પુર્વે ફરિયાદીની સ્પ્લેન્ડર બાઈકના સ્પેર પાર્ટસ છુટા પાડી વિશ્વાસઘાત કરવાના ઈરાદા સાથે મોટરસાયકલ તથા અન્ય ટુ-વ્હિલર ગાડીઓના સ્પેર પાર્ટસ સામાન ટ્રકમાં ભરી લઈ જતાં મળી આવ્યો હતો. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.