હાલોલ જી.આઈ.ડી.સી. સફારી કંપની પાસે પીકઅપ ચાલકે બાઈકને અથડાવી બે વ્યકિતને ઇજાઓ પહોંચાડી ફરાર

હાલોલ, હાલોલ જી.આઈ.ડી.સી.માંં આવેલ સફારી કંપનીના ગેટ પાસે પીકઅપ ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી હંંકારી લાવી સામેથી આવતી બાઈકને અથવાડી દઈ બાઈક સવાર બે વ્યકિતને ઈજાઓ પહોંંચાડી વાહન સ્થળ ઉપર મૂકી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ નોંંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ જી.આઈ.ડી.સી.માં આવેલ સફાર કંપનીના ગેટ પાસે પીકઅપ ગાડી નં.જીજે.6.વાયવાય.8232ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ પૂર્વક હંકારી લાવી સામેથી આવતી બાઈક નંંબર જીજે.17.સીડી.9246ને અથડાવી દેતાંં બાઈક સાવર રમેશભાઈ ડાહયાભાઈ સોલંકી અને કિરીટભાઈ બળવંંતભાઈ સોલંંકીને રોડ ઉપર ફંંગોળી શરીરે ઈજાઓ પહોંચાડી પીકઅપ સ્થળ ઉપર મૂકી ચાલક નાશી છુટતા આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.