હાલોલ, હાલોલ જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી કંપનીના વર્કર કોલોનીમાં રહેતી યુવતીને બાથરૂમમાં સ્નાન કરતી જોઈ વિકૃત આનંદ મેળવતા રોમીયો સામે યુવતીએ હાલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ધટના બાદ બીજા દિવસે યુવતીના પરિવારજનોની ફરિયાદ શહેર પોલીસે ન લેતા યુવતીના મોટાભાઈએ વર્કર કોલોનીમાં રહેતા રોમીયોને ઠપકો આપ્યો હતો.અને યુવતીની રજુઆત બાદ ફરિયાદ નોંધાઈ હતી.
હાલોલ જીઆઈડીસીમમાં વર્કર કોલોનીમાં માતા-પિતા સામે રહેતી 19 વર્ષિય યુવતી બાથરૂમમાં સ્નાન કરતી હતી ત્યારે કોલોનીમાં સગીર યુવકે બાથરૂમમાં સ્નાન કરતી યુવતીને જોઈ વિકૃત આનંદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી બાથરૂમમાં ઉભી થતાં જ બાથરૂમમાં એક ઈંટ જેટલી જગ્યામાંથી યુવકને જોઈ રહ્યો હોવાનુ જણાઈ આવતા તે ગભરાઈને ધરમાં દોડી ગઈ હતી. યુવકના કૃત્યની જાણ પિતાને કરતા મામલો પોલીસ મથકે પહોંચે તેમ હોય યુવતીના સામાજિક આગેવાન મોહસીનભાઈ અને કંપનીના લીડર કમોદ ઝાએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. બીજા દિવસે યુવતીનો પરિવાર ફરિયાદ કરવા જતા શહેર પોલીસે ફરિયાદ ન લેતા યુવતીના મોટાભાઈએ કિશોરના ધરે જઈ ઠપકો આપ્યો હતો. યુવતીના પરિવારે એક ધારાસભ્ય દ્વારા ધટના અંગે પોલીસ વડાને રજુઆત કર્યા બાદ બનાવના ત્રીજા દિવસે તેની ફરિયાદ લેવાઈ હતી. તો તે જ રાત્રિએ પોલીસે યુવતીના મોટાભાઈ વિરુદ્ધ પણ ગુનો નોંઘ્યો હતો. શહેર પોલીસ દ્વારા કરેલી કામગીરી મહિલા સશકિતકરણ અંગે કાનુન વ્યવસ્થા કેટલી જાગૃત અને સંવેદનશીલ છે તે દર્શાવતા કાયદાના સંધર્ષમાં કિશોર વિરુદ્ધ 354(ડી)મુજબ છેડતીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.