હાલોલ જી.આઈ.ડી.સી. લુબ્રીસ ઓલ ઈન્ડીયા કંપનીમાં થયેલ ધરફોડ ચોરીમાં એક ઈસમને ચોરીના એલઈડી સાથે ઝડપી પાડતા એલ.સી.બી.

હાલોલ,

હાલોલ જી.આઈ.ડી.સી. લુબ્રીસ ઓલ ઈન્ડીયા કંપનીમાં ધરફોડ ચોરીના ગુન્હામાં એલ.સી.બી.પોલીસે આરોપીને 8 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ જી.આઈ.ડી.સી. લુબ્રીસ ઓલ ઈન્ડીયા કંપનીના રૂમમાં 10 દિવસ અગાઉ એલ.ઈ.ડી. ટીવી, મોબાઈલ અને રોકડ રૂપીયાની ચોરી થયેલ હતી. આ ચોરીમાં એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, કાલોલ પરસોત્તમ સોસાયટીમાં રહેતો મોઈન ઉર્ફે જફર ઉમરભાઈ કાજી તથા કંજરીના ગોવિંદ નગરમાં રહેતા આયુશ હર્ષ ભુપેન્દ્રભાઈ ભોઈ ચોરી કરી ગયેલ છે અને એલ.ઈ.ડી. ટીવી વેચવા ગ્રાહક શોધવા દાવડા ફળીયા નાકા પાસે ઉભેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે વોચ ગોઠવીને આયુશ ઉર્ફ હર્ષ ભોઈને ટીવી અને રોકડ 3700/-રૂપીયા સાથે ઝડપી પાડવામાં આવ્યો.