- હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી
- દિવાલ ધરાશાયી થતા 8 લોકો દબાયા
- 4 બાળકોના મૃત્યુ, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
પંચમહાલ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલની હાલોલ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 4 બાળકોના મૃત્યુ નીપજ્યાં છે, તો 2 મહિલા સહિત અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દુર્ઘટનામાં 4 બાળકોના કરૂણ મૃત્યુ
મળતી માહિતી અનુસાર, હાલોલ GIDCમાં આવેલ એક કંપનીની દિવાલ ધરાશાયી થતાં કાટમાળની નીચે 8 લોકો દટાયા હતા. જે બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દુર્ઘટનામાં 4 બાળકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે 2 મહિલા સહિત 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે હાથ ધરી તપાસ
આ બનાવની જાણ થતાંની સાથે જ હાલોલ પોલીસની ટીમ પણ જીઆઈડીસી ખાતે દોડી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં શ્રમિકો મધ્યપ્રદેશથી હાલોલ કામ કરવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ 2 મહિલા સહિત અન્ય લોકોને હોસ્પિટલમાં ખસેડાયા છે.