હાલોલ જી.આઈ.ડી.સી.માં આવેલી કંપની એ ૩૦૦ કર્મચારીઓને દિવાળી પર્વ પહેલા છુટા કરતા ઉહાપોહ

  • કોઈપણ જાતની નોટીસ આપ્યા વિના એકાએક છુટા કરવાની કામગીરી અન્યાયરૂપ.
  • સવારે આવેલા કર્મચારીઓ બેરોજગાર બન્યા.

ગોધરા,
હાલોલ જી.આઈ.ડી.સી.માં સીટ કવર બનાવતી કંપનીએ સવારે હાજર થયેલ અંદાજીત ૩૦૦ કાયમી કામદારોને છુટા કરવા કોઈપણ નોટીસ વિના દિવાળીના તહેવાર નિમિતે અન્યાય અનુભવી રહ્યા છે. કોઈપણ જાતની નોટીસ પાઠવ્યા વિના સવારે આવેલા કર્મચારીઓને બેરોજગાર બનાવવા ષડયંત્ર અજમાવવામાંં આવ્યું. હવે આ કર્મચારીઓ કાયદાકીય રીતે શરણું લેવાનું વિચાર રહ્યા છે.

પંચમહાલ જીલ્લો એક ખેતી લાયક જમીન ધરાવે છે. અને હાલોલમાં આવેલી જી.આઈ.ડી.સી.માં અનેક યુનિટ આવેલા છે. આ યુનિટ ધરાવનાર સીટ કવર બનાવનાર કંપની લીયર છે. જેમાં અંદાજીત ૩૦૦ ઉપરાંત કર્મચારીઓ કામ ધંધોને રોજગારી મેળવી રહ્યા છે. આ સીટ કવર બનાવનાર કંપની લીયરમાં અંદાજીત ૩૦૦ ઉપરાંત કર્મચારીઓ પોતાની રોજગારી મેળવી રહ્યા હતા. આ કંપનીમાં સામે દિવાળીના તહેવારો નજીક હતા. ત્યારે આ કંપનીમાં સવારે આ કર્મચારીઓ પોતાની હાજરી ભરાવવા પહોંંચ્યા હતા. પોતાની હાજરી ભરાવવા પહેાંચેલા ૩૦૦ ઉપરાંતના કર્મચારીઓ સવારેે ઇંછ મેનેજરે કોઈપણ નોટીસ પાઠવ્યા વિના એકાએક મૌખિક તેઓને છુટા કરવાનું જણાવીને બેરોજગાર બનાવ્યા હતા.કોઈપણ જાતની નોટીસ પાઠવ્યા વિના તેઓને નોકરીમાંંથી કાઢી મૂકવાનંું કાવતરું અજમાવ્યું હતું. આ કંપનીના માલીક આ દિવસોમાં કર્મચારીઓની સુખ-દુ:ખમાંં ભાગીદાર બનવાને બદલે કંપની ઉપર પહોંચ્યા નથી.

હાલોલ જી.આઈ.ડી.સી.માં આવેલી આ કંપનીના મેનેજરે બારોબાર ૩૦૦ ઉપરાંત કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે. આ હાલોલમાં આવેલી નામાંકીત કંપનીમાં કોઈપણ કારણ વિના છુટા કરાયેલા કર્મચારીઓ બેરોજગાર બન્યા છે. બેરોજગાર બનેલા કર્મચારીઓ આ કંપની પાસે રોજગારી માંગવા છતાં તેઓને રોજગારી આપવામાં અક્ષમ છે. હાલોલ જી.આઈ.ડી.સી.માં આવેલી સીટ કવર બનાવનાર કંપનીએ કોઈપણ કારણ દર્શક નોટીસ વિના તેઓને છુટા કરવામાં આવતા તેઓ બેરોજગાર બન્યા છે. આ પાછળ કંપનીના માલિકે પોતાની સ્વાર્થવૃતી રાખીને તહેવાર પૂર્વે બેરોજગાર બન્યા છે.સવારે આવેલા કર્મચારીઓને કોઈપણ જાતની નોટીસ પાઠવ્યા વિના તેઓને બેરોજગાર બનાવવાનું ષડયંત્ર અજમાવીને અન્યાય અનુભવી રહ્યા છે. અગામી સમયમાં તેઓ કાયદાકીય રીતે પગલું ભરવાનું વિચારી રહ્યા છે

કર્મચારીઓ કાયદાકીય શરણું લેશું…?

હાલોલ જી.આઇ.ડી.સી.માં આવેલી કંપનીએ ૩૦૦ ઉપરાંત કર્મચારીઓને કારણ વિના નોટીસ આપ્યા વિના તેઓને છુટા કર્યા છે. આ છુટા કરાયેલા કર્મચારીઓ દિવાળીના તહેવારોમાં બેરોજગાર બન્યા છે. બેરોજગાર બનેલા કર્મચારીઓ કાયદાકીય રીતે શરણું લઈને કોર્ટ કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે. લેબર કોર્ટમાં પહોંચનાર આ કર્મચારીઓ દિવાળી પૂર્વે સ્ટે લાવીને વિજય બનાર છે.

લિયર કોર્પોરેશન ના ૩૦૦ થી વધુ કર્મચારીઓ ને સામે દિવાળી ના તહેવાર ના સમયે જ કંપની સંચાલકો એ અચાનક જ છુટા કરવાનો આદેશ કરતા કંપનીમાં કામ કરતા કર્મીઓમાં નિરાશા સાથે સોપો પડી ગયો હતો ત્યારે કેટલાક કર્મચારીઓ એ કંપની સંચાલકો તેમજ સરકાર સામે પોતાનો વાંધો ઉઠાવ્યો હતો.ત્યારે લિયર કોર્પોરેશન કંપની માં કામ કરતા કર્મીઓ ને એકાએક છુટા કરી દેવાતા કર્મીઓ ની હાલત કફોડી બની હતી.