હાલોલ, હાલોલ તાલુકાના ધૂસર સરકારી સસ્તા અનાજની ધી જલારામ ગ્રાહક ભંડારમાં જીલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ધઉં, ચોખા, ચણ, ખાંડના જથ્થાની વધધટ જણાઈ આવી હતી. 19 કટ્ટા વધનો મળેલ જથ્થો કિંંમત 31,316/-રૂપીયા સીઝ કરી શોપ મેનેજર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાંં આવી છે
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા કાલોલ તાલુકાના ધૂસર સરકારી સસ્તા અનાજની ધી જલારામ ગ્રાહક ભંડારના શોપ મેનેજર મહેશભાઇ ઉર્ફે ટીનાભાઈ પરમારને ત્યાં જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાએ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ધઉંના 16 કટ્ટાની વધ, ચોખાના 1 કટ્ટાની ધટ તેમજ ચણાના 3 કટ્ટાની તેમજ ખાંડની 16 કિ.ગ્રા.ની વધ મળી કુલ 19 કટ્ટાની વધધટ મળેલ હતી. ધી જલારામ ગ્રાહક ભંડાર ઓનલાઈન કુપન રેશનકાર્ડ ધારકોને આપવામાં આવેલ નથી અને તેની સ્થળ પર રાખવામાં આવેલ નથી તપાસ દરમિયાન પરવાનેદારોએ કબુલાત કરી કોઈપણ પ્રકારના બોર્ડ નિભાવેલ નથી. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા 50 રેશનકાર્ડ ધારકોના નિવેદન લેતા 5 થી 6 કિલો અનાજ ઓછું આપતા હોવાનું અને રૂપીયા વધારે લેતા હોવાનું જણાવ્યું હતું. ધી જલારામ ગ્રાહક ભંડારના શોપ મેનેજર દ્વારા ગંભીર પ્રકારની ગેરરીતિ આચરવામાં આવેલ સરકારી અનાજના જથ્થામાં ધઉં 16 કટ્ટા, ચાણ 3 કટ્ટા, 16 કિ.ગ્રા. ખાંડ મળી કુલ 19 કટ્ટા વધ મળેલ કિંંમત 31,316/-રૂપીયાનો જથ્થો સીઝ કરી શોપ મેનેજર ગામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી.